લોકસભા 2019 ચૂંટણીના પરિણામો પહેલા આવેલા વિવિધ એક્ઝિટ પોલમાં એનડીએને બહુમત મળવાનું અનુમાન કરવાને લઈ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે પાર્ટી કાર્યકર્તાઓને જણાવ્યું કે તેઓ નકલી એક્ઝિટ પોલથી નિરાન ન થતા અને સતર્ક રહેજો. તેઓએ એમ પણ કહ્યું કે કોંગ્રેસના લોકો પોતાના પર અને પાર્ટી પર વિશ્વાસ રાખે કારણ કે તેમને મહેનત બેકાર નહીં જાય.
આ સમગ્ર વાત રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીના પ્રિય કાર્યકર્તાઓ, આગામી 24 કલાક મહત્વપૂર્ણ છે. સતર્ક અને ચેતતા રહેજો. ડરો નહીં. તમે સત્ય માટે લડી રહ્યા છો. નકલી એક્ઝિટ પોલના ખોટા પ્રચારથી નિરાશ ન થાઓ. પોતાની પર અને કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ રાખો, આપની મહેનત બેકાર નહીં જાય. જય હિન્દ.
कांग्रेस पार्टी के प्रिय कार्यकर्ताओं ,
अगले 24 घंटे महत्वपूर्ण हैं। सतर्क और चौकन्ना रहें। डरे नहीं। आप सत्य के लिए लड़ रहे हैं । फर्जी एग्जिट पोल के दुष्प्रचार से निराश न हो। खुद पर और कांग्रेस पार्टी पर विश्वास रखें, आपकी मेहनत बेकार नहीं जाएगी।
जय हिन्द।
राहुल गांधी
— Rahul Gandhi (@RahulGandhi) May 22, 2019

આ અગાઉ પણ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોમવારે પાર્ટી કાર્યકર્તાઓને આહ્વાન કર્યું હતું કે તેઓ અફવાઓ અને એક્ઝિટ પોલ પર ધ્યાન ન આપે અને સ્ટ્રોંગ રૂમ તથા મતગણતરી કેન્દ્રો પર ધ્યાન આપે.
કાર્યકર્તાઓને જાહેર કરેલા ઓડિયો સંદેશમાં પ્રિયંકાએ કહ્યું હતું કે, તમે લોકો, અફવાઓ અને એક્ઝિટ પોલથી હિંમત ન હારો. આ અફવાઓ આપની હિંમત તોડવા માટે ફેલાવવામાં આવી રહી છે. આ દરમિયાન આપની સાવચેતી વધુ મહત્વની બની જાય છે. સ્ટ્રોંગ રૂમ અને મતગણતરી કેન્દ્રો પર ધ્યાન આપો અને એલર્ટ રહો. તેમને વધુમાં કહ્યું હતું કે, અમને પૂરી આશા છે કે અમારી અને આપની મહેનતનું ફળ મળશે.
- ચૂંટણી પંચે મંગળવારે કહ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલા ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.
- પંચે તે આરોપોને ફગાવી દીધા જેમાં કહેવાયું હતું કે 23 મેનાં રોજ મતની ગણતરી પહેલાં સ્ટ્રોંગ રૂમમાં લોકસભા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલાં ઈવીએમને નવા ઈવીએમ સાથે બદલવામાં આવે છે.
- પંચે કહ્યું હતું કે અમે પૂરાં દાવાની સાથે સ્પષ્ટ રીતે તે રિપોર્ટને ફગાવીએ છીએ જેમાં એવાં આરોપો લગાવવામાં આવ્યાં છે. આ ખોટા અને પાયાવિહોણા છે. ટીવી અને સોશિયલ મીડિયા પર જે વિઝ્યુઅલ દેખાડવામાં આવે છે તેનો ચૂંટણીમાં ઉપયોગ કરાયેલા ઈવીએમ સાથે કોઈ જ સંબંધ નથી.
- ગણતરી પૂરી ન થાય ત્યાં સુધી સીસીટીવી કેમેરા કવરેજ કરાશે. કેન્દ્રીય સશસ્ત્ર સુરક્ષા દળ સતત સ્ટ્રોંગ રૂમની સુરક્ષા કરી રહ્યાં છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.