•  શિયાળામાં પાલકની ગરમાગરમ ભાજી ખાવાની મજા જ અનેરી છે. કંઇક અલગ ખાવા ઇચ્છતાં હો, તો બનાવો પાલકની કઢી. 

સામગ્રીઃ

  • છાશ – 4 કપ
  • ચણાનો લોટ – 1 ચમચો
  • આદું-લસણની પેસ્ટ – 1 ચમચી
  • તેલ – 1 ચમચો
  • લીમડો – 6-7 પાન
  • કોથમીર-મરચાંની પેસ્ટ – 1 ચમચી
  • રાઇ – અડધી ચમચી, જીરું – અડધી ચમચી
  • મેથીદાણા – પા ચમચી
  • પાલક – 300 ગ્રામ
  • હિંગ – ચપટી
  • હળદર – 1 ચમચી
  • આખા ધાણા – પા ચમચી
  • વઘાર માટે
  • તેલ – 1 ચમચો
  • જીરું – પા ચમચી
  • રાઇ – પા ચમચી
  • આખા લાલ મરચાં – 1 નંગ
  • મરચું – 1 ચમચી
  • હિંગ – ચપટી
  • રીત :
  • સૌપ્રથમ છાશમાં હળદર, થોડું મરચું, હિંગ અને ચણાનો લોટ નાખી વલોણાથી ખૂબ હલાવી એકરસ કરો.
  • તેલ ગરમ કરી તેમાં જીરું, રાઇ, આખા ધાણા, મેથીદાણા અને લીમડાનો વઘાર કરો.
  • કોથમીર-મરચાંની પેસ્ટ અને આદું-લસણની પેસ્ટ નાખીને સાંતળો. પાલક નાખો અને મિનિટ સુધી રહેવા દો.
  • તે પછી આંચ મધ્યમ રાખી ચણાના લોટવાળી છાશ રેડી ચમચાથી સતત હલાવતાં રહો.
  • એકાદ-બે ઊભરા આવે એટલે મીઠું નાખો અને મધ્યમ આંચે જ ઊકળવા દો.
  • વઘાર માટે તેલ ગરમ કરી તેમાં જીરું, રાઇ, મરચું અને આખા મરચાનો વઘાર કરો.
  • તે પછી આંચ પરથી ઉતારી હિંગ નાખી કઢીમાં નાખો. પાલકની ગરમાગરમ કઢી પરોંઠા કે રોટલા સાથે ખાવ.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024