Recruitment fair
જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારી મળી રહે તે માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી તથા ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓ દ્વારા જિલ્લા કક્ષાના ઈ-રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
કોરોના વાયરસ મહામારીના સમયમાં જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારીની પૂરતી તક મળી રહે તે માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા.૧૪ ઓક્ટોબરના રોજ સવારે ૧૧.૩૦ કલાકે જિલ્લા કક્ષાના ઈ-મેગા રોજગાર ભરતી મેળા (Recruitment fair) નું આયોજન કરવામાં આવ્યું છે. ઈ-મેગા રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા માટે તા. ૧૨ ઓક્ટોબર પહેલા ઑનલાઈન રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે.
આ પણ જુઓ : ગુજરાતની 8 સહિત 11 રાજ્યોમાં વિધાનસભાની 3 નવેમ્બરે ચૂંટણી
પાટણ જિલ્લાના ધોરણ ૧૦ અથવા આઈ.ટી.આઈ પાસથી ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીની લાયકાત અને ૧૮ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા ઉમેદવારો ઈ-મેગા રોજગાર ભરતી મેળામાં ભાગ લઈ શકશે. જેમાં ખાનગી ક્ષેત્રના નોકરીદાતાશ્રીઓ દ્વારા ટેલીફોનિક અથવા વિડિયો કૉલના માધ્યમથી ઈન્ટર્વ્યુ લેવામાં આવશે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.