Rajkot
કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા કોરોના વેક્સિનના રસીકરણ અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા જોરશોરથી કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. ઉપરકન્ટ વેક્સિનના સ્ટોરેજ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે.
રાજકોટ (Rajkot) ખાતે રિજિયોનલ વેક્સીન સ્ટોર પુર્ણ ક્ષમતા સાથે તૈયાર કરવામાં આવ્યું છે. તેમ આરોગ્ય અને તબીબી સેવાઓ, વિભાગીય નિયામક ડૉ. રૂપાલી મહેતાએ જણાવ્યું હતું. રાજકોટ ખાતેથી 8 જિલ્લાઓ અને 3 મહાનગરપાલિકાઓનું સપ્લાય કરવામાં આવશે.
વેક્સીન સ્ટોરમાં 2થી 8 સેન્ટીગ્રેડ તાપમાનમાં સ્ટોર કરવા માટે બે વોક ઇન કુલર અને ત્રણ આઇસ લાઇન રેફ્રિજરેટર કાર્યરત છે. આ સ્ટોર ખાતે -15થી -25 સેન્ટિગ્રેડ તાપમાન મેઇનટેઇન કરી શકાશે. જેમાં આશરે 2 લાખ વાયલ સ્ટોર કરવાની ક્ષમાત છે. 6 ડીપફ્રિજ કાર્યરત છે જેમાં 1 લાખ વાયલ સ્ટોર કરી શકાશે. જેમાં 1 WIF રાજ્ય સરકાર તરફથી ફાળવાયું છે તે પણ ટુંક જ સમયમાં કાર્યરત કરવામાં આવશે.
આ પણ જુઓ : ભારતના નવા સંસદભવનના ભૂમિપૂજન કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી વીડિયો કોન્ફરન્સથી થયા સહભાગી
રાજકોટ ખાતે ઉભા કરાયેલા આ વેક્સીન સ્ટોર મારફતે રાજકોટ, મોરબી, ભુજ, જૂનાગઢ, ગીરસોમનાથ, જામનગર, પોરબંદર તેમજ દેવભૂમિ દ્વારકા ખાતેના વેક્સીન સ્ટોર અને કોલ્ડ ચેન પોઇન્ટ પર ખાસ વાન દ્વારા વેક્સીન સપ્લાયનું આયોજન પણ વહીવટી વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.