PM Swanidhi Yojana
- લોકડાઉનના કારણે જે લોકોને સૌથી મોટી આર્થિક મુશ્કેલીઓ પડી રહી હોય તો તે આ રસ્તા પર ઠેલો અને લારી લગાવનાર વ્યક્તિઓ છે.
- તો રસ્તા પર રેકડી અને લારી લગાવીને પોતાનું ગુજરાન ચલાવતા અનેક લોકોને સરકારની લોન સ્કીમ (Govt Started Loan Scheme For Street Vendors) શરૂ થતા મોટી સહાય થશે.
- આ સ્કીમનું નામ PM Swanidhi Yojana (પીએમ સ્વનિધિ યોજના) છે.
- આ લોન રસ્તા કિનારે, રેકડી, લારી, ઠેલા જેવી નાની દુકાનો ચલાવનારાને આપવામાં આવશે.
- શાક, લોન્ડ્રી, સલૂન અને પાનની દુકાનોને પણ આ શ્રેણીમાં જોડવામાં આવી છે.
- અને તેને ચલાવનાર પણ આ લોન લઇ શકે છે.
- તેમજ આ સ્કીમની મદદથી રેકડી અને લારી તથા નાની દુકાન ચલવનારને સસ્તા દરે લોન આપશે.
- સરકારે સ્ટ્રીટ વેન્ડરોની મદદ કરવા માટે આ સ્કીમ (Govt Started Loan Scheme For Street Vendors) માટે 5000 કરોડ રૂપિયાની રાશિ રાખી છે. જે કોઇ કડક શરત નહીં હોય.
- PM Swanidhi Yojana (પીએમ સ્વનિધિ યોજના) હેઠળ તમે વધુમાં વધુ 10 હજાર રૂપિયાની લોન મળશે.
- જે તમને નવો વેપાર શરૂ કરવામાં મદદ કરશે. સાથે જ તે તમને સરળ શરતો પર આપવામાં આવશે.
- આ એક રીતની અનસિક્યોર્ડ લોન છે. આ સાથે જ તમને વ્યાજમાં પણ ખાસ છૂટ આપવામાં આવશે.
- તેથી તમે દેવાની ચૂકવણી સરળતાથી કરી શકો.
- સરકાર માને છે કે આ સ્ક્રીમથી 50 લાખ સ્ટ્રીટ વેન્ડરોને ફાયદો મળશે.
- તથા આ સ્કીમથી દુકાનદારને એક રીતની મદદ મળશે જે લોકડાઉન દરમિયાન આર્થિક મુશ્કેલી વેઠી રહ્યા છે.
- સામાન્ય રીતે આટલી નાની રકમ માટે પણ ગરીબો ખોટા દેવાદારોના હાથમાં પડી જતા હોય છે.
- જે નાની રકમના નામે મોટું વ્યાજ લે છે. ત્યારે નાની લોનમાં લોકોને મુશ્કેલીઓ સરળ કરવા માટે આ પ્રયાસ સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે.
- PM Swanidhi Yojana (પીએમ સ્વનિધિ યોજના) નો લાભ લેવા માટે નીચે મુજબ કાર્યવાહી કરવી।
- સૌથી પહેલા આવેદન ભરનારે સ્કીમની અધિકારીક વેબસાઇટ http://pmsvanidhi.mohua.gov.in/ પર જવાનું રહેશે.
- આ પછી કૉમ્પ્યૂટર સ્કીનની હોમ પેજ ખુલશે. આ હોમ પેજ પર પ્લાનિંગ ટૂ એપ્લાય ફોર લોન નજરે પડશે.
- તેમાં 3 સ્ટેપ છે તેને ધ્યાનથી વાંચો અને વ્યૂ મોર પર ક્લિક કરો.
- તમને અહીં તમામ નિયમો અને શરતો વાંચી શકશો.
- આ પેજ પર તમારે વ્યૂ/ડાઉનલોડ ફોર્મ પર ક્લિક કરવાનું રહેશે.
- પહેલા પોઇન્ટની નીચે બ્લુ રંગની હાઇલાઇટ છે.
- ત્યાં ક્લિક કરતા તમારી સામે સ્વનિધિ સ્કીમનું ફોર્મ ખુલશે.
- અને ફાઇલ પીડીએફ ફોર્મેટમાં હશે.
- એપ્લીકેશન ફોર્મ ડાઉનલોડ કર્યા પછી ફોર્મમાં પૂછવામાં આવેલી જાણકારી ભરો.
- તથા જાણકારી ભરે એપ્લીકેશનની સાથે તમામ જરૂરી દસ્તાવેજો અટેચ કરો.
- તેમજ એપ્લીકેશન ફોર્મને અધિકૃત સંસ્થાઓમાં જઇને જમા કરાવો.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow