Oily skin : જે લોકોની સ્કિન ઓઈલી (Oily skin) હોય તેમણે મસૂરની દાળના પાઉડરમાં મધ મિક્સ કરીને લગાવવું. ઓઈલી સ્કિનવાળા (Oily skin) લોકોએ મસૂરની દાળમાં સફેદ સરકાના કેટલાક ટીપાં મિક્સ કરવા અને જો સ્કિન નોર્મલ હોય તો મસૂરની દાળમાં દહીં અને સફેદ સરકો મિક્સ કરીને લગાવી શકાય છે. તમે સફેદ સરકાની જગ્યાએ લીંબુનો રસ પણ ઉપયોગમાં લઈ શકો છો.
મસૂરની દાળ અને અખરોટ પાઉડર
મસૂરની દાળનો ઉપયોગ એન્ટીએજિંગ પેક બનાવવા માટે પણ કરી શકાય છે. તેના માટે મસૂરની દાળના પાઉડરમાં અખરોટનો પાઉડર મિક્સ કરી તેમાં પાણી નાખી પેસ્ટ બનાવી ચહેરા પર લગાવો. સૂકાય ગયા બાદ પાણીથી ધોઈ લો.
- Periods દરમિયાન ચહેરા પરના ખીલ દૂર કરવા કરો આ ઉપાય
- Marriage બાદ મહિલાઓના આ કામ કરવાથી શનિદેવ થાય છે ક્રોધિત
મસૂરની દાળ અને દૂધ
મસૂરની દાળના પાઉડરમાં દૂધ મિક્સ કરી પેસ્ટ બનાવી ચહેરા પર લગાવો. સૂકાય ગયા બાદ પાણીથી ધોઈ લો. આનાથી ચહેરાની ડેડ સ્કિન, પોલ્યૂશન, એક્સ્ટ્રા ઓઈલ દૂર થશે. સાથે જ સ્કિન મોઈશ્ચરાઈઝ પણ થશે. સપ્તાહમાં 1 વાર આ પેક લાગવો.
એન્ટી-એક્ને ફેસપેક
મસૂરની દાળના પાઉડરમાં ઉડદની દાળનું પાઉડર, બદામ તેલ, ગ્લિસરીન અને ગુલાબજળ મિક્સ કરીને લગાવવાથી આ એક્નેની પ્રોબ્લેમને જડથી ખતમ કરે છે.