- આપણા દેશની પ્રમુખ પર્ફોર્મેન્સ બાઇક નિર્માતા કંપની રોયલ એનફિલ્ડ હાલ ભારતીય ગ્રાહકો માટે એક નવી બાઇક પર કામ કરી રહી છે.
- ત્યારે આ બાઈક થોડા દિવસ પહેલા ટેસ્ટિંગ દરમિયાન દેખાઈ હતી. નવી બાઈકનું નામ Royal Enfield Meteor રાખવામાં આવ્યું છે.
- જે કંપનીની સૌથી સ્ટાઇલિશ બાઇક Thunderbird ના લાઇનઅપનો ભાગ હશે.
- આ નવી બાઈકમાં કંપની નવી ડિઝાઇન સાથે BS6 એન્જિનનો પણ ઉપયોગ કરશે.
- જાણકારી મુજબ કંપનીની આ આવનારી બાઈક થંડરબર્ડ 350ને રિપ્લેસ કરી શકે છે. કંપનીએ આ બાઈકને એક ક્રૂઝર ડિઝાઇન આપ્યું છે. જે મોટાભાગે Thunderbird X થી મેચ ખાય છે.
- જો કે, આ બાઇકમાં કંપની અમુક ફેરફાર કર્યા છે. જે કે તેને હાલની Thunderbird થી થોડા અલગ બનાવે છે. આમાં કંપનીએ LED ડે ટાઇમ રનિંગ લાઇટ્સ, પ્રોજેક્ટર હેડલાઇટ વગેરે સામેલ કર્યા છે.
- આ નવી બાઈકમાં 349cc અને 500cc એન્જિન આપવામાં આવી શકે છે.
- તમને જણાવી દઈએ કે Meteor લાંબા સમયની મુસાફરી માટે ડિઝાઇન કરેલી બાઇક હશે. જેને કંપની ટૂરર્સની વધતી માંગને પૂર્ણ કરવા માટે જરૂ કરવામાં આવશે.
- આમાં 6 સ્પીડ ગિયરબોક્સનું સેટઅપ આપવામાં આવી શકે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News