રશિયાએ PM મોદીને આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન.

પોસ્ટ કેવી લાગી?
  • સંયુક્ત અરબ અમીરાત બાદ રશિયાએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે.
  • રશિયાના દૂતાવાસ તરફથી આ અંગે જાણકારી આપવામાં આવી હતી કે, ભારતના વડાપ્રધાનને ભારત અને રશિયા વચ્ચેના વ્યૂહાત્મક ભાગીદારીને અદ્ભૂત રીતે વેગ આપવા માટે રશિયાના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.
  • રશિયાના દૂતાવાસે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીને 12મી એપ્રિલે સેન્ટ એન્ડ્રયુ એટલે રશિયાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરવામાં આવશે. 1998થી 2018 દરમિયાન આ સન્માન કુલ 18 વ્યક્તિને અપાયું છે.
  • અગાઉ ચોથી એપ્રિલે યુએઇએ વડાપ્રધાન મોદીને વ્યૂહાત્મક સહયોગને મજબૂત બનાવવામાં તેમની ભૂમિકા બદલ યુએઇના સર્વોચ્ચ પુરસ્કાર જાયદ મેડલથી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ વર્ષે ફેબ્રુઆરીમાં સાઉથ કોરિયા તરફથી સિયોલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. મોદી આ પુરસ્કાર મેળવનાર 14માં વ્યક્તિ હતા.
  • 1988માં સિયોલ ઓલિમ્પિકના સફળ આયોજન બાદ આ પુરસ્કાર શરૂ કરવામાં આવ્યો હતો. જો કે, મોદીને પુરસ્કારમાં મળેલી 1.30 કરોડની રકમ તેઓએ નમામિ ગંગે પ્રોજેક્ટને આપી દીધી હતી. આ ઉપરાંત પર્યાવરણના ક્ષેત્રમાં યોગદાન માટે મોદીને આ વર્ષે સંયુક્ત રાષ્ટ્રનું ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
  • યુનાઇટેડ નેશન્સના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે નવી દિલ્હીમાં મોદીને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

રશિયાનાં દુતાવાસે પોતાનાં એક નિવેદનમાં કહ્યું કે, ’12 એપ્રિલનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સેંટ એન્ડ્ર્‌યુ એટલે રશિયાનો સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવશે.’ વડાપ્રધાન મોદીને આ સન્માન ભારત અને રશિયાનાં સંબંધોને મજબૂત કરવા માટે આપવામાં આવ્યો છે.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures