Patan : પાટણ જિલ્લાના હાઈવે માગે પર અકસ્માત ના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે, ત્યારે વધુ એક માગૅ અકસ્માત નો બનાવ સોમવારે પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના સીધાડા ગામ નજીક ટેલર અને બાઈક વચ્ચે સજૉતા બાઈક ચાલકનું ધટના સ્થળે મોત નિપજતા પ્રકાશમાં આવવા પામ્યો છે.
આ અકસ્માત ની મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સીધાડા ગામ નજીક માગૅ પરથી પસાર થઇ રહેલ બામરોલી ગામનો ઠાકોર યુવાન પોતાનુ બાઈક લઈ પસાર થઇ રહ્યો હતો ત્યારે આ માગૅ પરથી પુરઝડપે અને ગફલતભરી રીતે ટેકર હંકારી ને આવી રહેલા ચાલકે બાઈક સવાર ઠાકોર યુવાનને હડફેટે લેતા બાઈક ટેલરની નીચે ઘૂસી ગયું હતું. જેના કારણે ઠાકોર યુવાન ને ગંભીર ઈજાઓ થતાં ધટના સ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
સિધાડા માગૅ પર ટેલર અને બાઈક વચ્ચે સજૉયેલ અકસ્માત ને પગલે ધટના સ્થળે લોકો ના ટોળા ઉમટી પડ્યા હતાં અને બનાવની જાણ સાતલપુર પોલીસ ને કરાતા પોલીસે ધટના સ્થળે દોડી આવી લાશનું પંચનામું કરી લાશને પીએમ માટે સાતલપુર ખાતે મોકલી આગળ ની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે