- રમઝાન મહિનામાં મતદાન નિર્ધારીત સમય કરતાં વહેલુ શરૂ કરવાની માંગ પર સુપ્રીમ કોર્ટે સુનાવણીથી ઈનકાર કરી દીધો છે.
- સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને રમઝાનના મહિનામાં મતદાનનો સમય સવારે સાતના બદલે પાંચ વાગ્યાનો કરવાની માંગ કરવામાં આવી હતી.
Supreme Court asks Election Commission to decide on pleas for re-scheduling the voting time from 7 am to 5 am in General Election during the month of Ramzan coinciding with the rest of the phases and due to heat-wave conditions in Rajasthan and other areas. pic.twitter.com/Nd952ZxZQ4
— ANI (@ANI) May 2, 2019
- મતદાનના સમયમાં બદલાવની માંગ પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને યોગ્ય નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે.
- લોકસભા ચૂંટણીના સાત તબક્કામાંથી ત્રણ તબક્કાનું મતદાન બાકી છે. આ દરમિયાન રમઝાન મહિનો આવે છે.
- ધોમ ધખતા તાપને જોતાં રોઝો રાખતા લોકોને રાહત આપવા માટે મતદાનના સમયમાં બદલાવની માંગ કરવામાં આવી હતી. દેશમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે.
- મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને યુપીમાં ગરમી રેકોર્ડ તોડી ચુકી છે.