હવે સોફાની સફાઈ કરવા માટે અજમાવો આ ઘરેલું ઉપાય. PTN News

પોસ્ટ કેવી લાગી?

ઘર નાનું હોય કે મોટું હોલમાં પડેલો સોફો ઘરમાં આવતા-જતા દરેક વ્યક્તિનું ધ્યાન ખેંચે છે. ઘરના ઓવરઓલ લૂકમાં સોફાનું મહત્વ ઘણું વધારે હોય છે. એટલે જ સોફાની ખરીદી અને તેની જાળવણી માટે વિશેષ ધ્યાન આપવું જોઇએ. આમ, લોકો જ્યારે ઘરમાં સોફા લેવાનું વિચારે ત્યારે અનેક ઘણી મુંઝવણમાં હોય છે કે, આ સોફા સારો લાગશે કે નહિં? આ કલરના સોફા ઘરના કલરને મેચ થશે કે નહિં? સોફાની સાઇઝ બરાબર છે કે નહિં? આવા અનેક સવાલો લોકોના મનમાં જ્યારે સોફાની ખરીદી કરવા જાય ત્યારે થતા હોય છે.

આમ, જો તમે પણ ટૂંક સમયમાં સોફાની ખરીદી કરવા ઇચ્છો છો અને તમારા મનમાં પણ આવા અનેક ઘણા પ્રશ્નો છે તો તેને આજે જ સોલ્વ કરી દો કારણકે આજે અમે તમારે માટે લાવ્યા છીએ કેટલીક એવી ટિપ્સ જે તમારા ઘરમાં સોફા લાવતા પહેલા કઇ-કઇ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ તેની સમજણ પૂરી પાડશે.

સોફા લેવા જતા પહેલા સાઇઝનું ખાસ ધ્યાન રાખો

સોફાની સાઇઝ ધ્યાનમાં રાખવી ખુબ જ જરુરી છે. તમારો હોલ કમ્પેરેટીવલી નાનો હોય અને તમે અડધોઅડધ જગ્યા રોકી લે એવો સોફો લઇને આવશો તો બહુ જ ખરાબ લાગશે. તેવી જ રીતે મોટા હોલમાં રમકડાં જેવો નાનકડો સોફો પણ નહીં શોભે. એટલે જ સોફાની પસંદગી હોલના માપ અનુસાર અને જે જગ્યા પર તે મુકવાનો છે એની લંબાઇ-પહોળાઇ માપીને સપ્રમાણ લેવાનો આગ્રહ રાખજો.

સોફાના કલરની આ રીતે કરો ચોઇસ

સોફામાં જે ફેબ્રિક વાપરવાના છો એના કલરની પસંદગી તમારા પોતાના ટેસ્ટ અને નેચર પર નિર્ભર કરે છે. જો તમને લાઇટ કલર ગમે છે તો એ પણ એલિગન્ટ લુક આપશે. અને તમે હંમેશા કલરફુલ લાઇફ જીવવાનું પસંદ કરો છો તો ડાર્ક કલર પણ પર્ફેકટ રહેશે. એ માટે તમારે તમારા ઘરની દિવાલના કલર પર પણ ખાસ ધ્યાન આપવું જરુરી છે.

સ્ટાઇલ નક્કી કરો

જેમ તમે તમારી પોતાની ડ્રેસિંગ સ્ટાઇલ નક્કી કરો છો તેમ સોફામાં પણ તમારી સ્ટાઇલને અનુરુપ ચોઇસને સ્કોપ છે. કેટલાક લોકોને રજવાડી સ્ટાઇલ પસંદ હોય તો તેઓ એથનિક રાજસ્થાની સ્ટાઇલના સોફો લઇ શકે. કેટલાક વળી એકદમ મોર્ડન રહેવામાં માનતા હોય તો તેઓ માટે એવા ફેન્સી સોફા પણ હવે બજારમાં મળતા થઇ ગયા છે.

મટિરીયલની પસંદગી કરતી વખતે રાખો આ ખાસ ધ્યાન

એકવાર સોફાની સાઇઝ નક્કી થઇ ગયા પછી ગાદી કેવી લેવી એ નક્કી કરવાનો સમય છે. એવું ફેબ્રિક પસંદ કરવું જે તમારી લાઇફસ્ટાઇલને સૂટ થાય. કોટન, સિલ્ક, ઉન કે સિન્થેટીક લેધરમાંથી ફેબ્રિકની પસંદગી કરી શકાય. સિલ્ક મટીરિયલ સુંદર અને કલાસિ લૂક આપે છે. જ્યારે કોટન પણ દેખાવમાં રોયલ લાગે છે પરંતુ તેનુ કાપડ પતલું હોવાને લીધે તેમાં સળ પડી જવાના ચાન્સિસ વધારે હોય છે.

સોફા ક્યાં મુકવાનો છે એ પહેલા નક્કી કરો

સૌ પ્રથમ તમે સોફો કયાં મૂકવાનુ વિચારી રહ્યા છો એ એક ખૂબ જ મહત્વની બાબત છે. જો તમે વધુ અવર-જવર વાળા વિસ્તારમાં સોફો મુકવાના છો અથવા તમારા ઘરમાં બાળકો છે તો ગાદીને મલ્ટીકલરમાં પસંદ કરવાનું યોગ્ય રહેશે. જેનાથી સોફો મેલો નહીં દેખાય.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.
જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે SHARE કરજો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures