- સોનુ સુદ જેમને મજૂરોના મદદગાર માનવામાં આવે છે તેમને બસ,પ્લેન બાદ લીધો ટ્રેનનો સહારો
- સોનુ સૂદે રવિવારે રાત્રે મુંબઇના થાણેથી શ્રમિક ટ્રેન મારફતે 800થી વધુ મજૂરો અને તેમના પરિવારના સભ્યોને ઉત્તર પ્રદેશ માટે રવાના કર્યા
- મજૂરોને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ (અલ્હાબાદ), આઝમગઢ, જૌનપુર અને હાજીપુર માટે રવાના કર્યા
- લૉકડાઉન દરમિયાન બસો દ્વારા હજારો પ્રવાસી મજૂરોને મુંબઇથી દેશના જુદાજુદા રાજ્યોમાં પહોંચાડનાર સોનુ સૂદે મજૂરોની મદદ માટે રવિવારે રાત્રે ટ્રેનોનો સહારો લીધો.

- જે રીતે સોનુ સૂદ પ્રવાસી મજૂરોની બસોથી રવાની દરમિયાન હાજર રહેતા હતા
- આ પણ વાંચો: ગુજરાતમાં લોકડાઉન 5 વાઈરલ મેસેજ અંગે CM રૂપાણીનો ખુલાસો.
- શરીરને FIT(ફિટ) રાખવા માટે ના ઉપાય
- એવી જ રીતે ટ્રેનથી મજૂરોની રવાનીના સમયે પણ સોનુ સૂદ થાણે સ્ટેશન પર ખુદ હાજર રહયા હતા.
- સોનુ સૂદની સાથે મળીને એક 35 વર્ષ જુના ચેરિટી ટ્રસ્ટ દ્વારા પ્રવાસી મજૂરોને ગામડાઓ તરફ મોકલનારી નીતિ ગોયલે જણાવ્યુ કે,
- અમે અમારા ટ્રસ્ટના માધ્યમથી એકઠા થયેલા પૈસાથી પ્રવાસી મજૂરોને તેમના ગામડે મોકલી રહ્યાં છીએ,
- પરંતુ થાણેથી શ્રમિક ટ્રેનમાં સવાર મજૂરોનો ખર્ચ ખુદ રેલવેએ ઉઠાવ્યો છે તેમ જણાવાયું
- ટ્રેનથી ગયેલા આ એ જ મજૂરો છે, જેમને અમે બસો મારફતે મોકલવાની તૈયારીઓ કરી રહ્યા હતા.
अगर आप आज मुंबई से यूपी जाना चाहते हैं, इस ट्वीट के जवाब में अपने मोबाइल नंबर के साथ मेसिज (message )भेजें. हम आपसे संपर्क करेंगे। 🙏
— sonu sood (@SonuSood) May 31, 2020
- નીતિએ આગળ એમ પણ જણાવ્યુ કે ઇન્ચાર્જ સીબી સાલુંકે એ સામેથી ફોન આવ્યો હતો કે આજે (રવિવારે) શ્રમિક ટ્રેન છોડવાનો છેલ્લો દિવસ છે,
- અને આવામાં જો આપણે ઇચ્છીએ તો બસથી જનારા મજૂરોને શ્રમિક ટ્રેનથી રવાના કરી શકીએ છીએ.
- સામેથી આવેલા આ પ્રસ્તાવથી અમે તરતજ હા પાડી દીધી હતી.
- એટલું જ નહીં સોનુ સૂદ અને નીતિ ગોયલે શુક્રવારના દિવસે કેરાલાના અર્નાકૂલમમાં ફસાયેલી ઓડિશાની 177 છોકરીઓને એક ખાસ વિમાનથી ભુવનેશ્વર પહોંચાડી હતી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News