strike
- અમદાવાદ શહેરના બે લાખથી વધુ રિક્ષાચાલકો ૭મી જુલાઈના મંગળવારે હડતાળ (strike) પર ઊતરશે.
- જેને 10 જેટલા સંગઠનોનું સમર્થન હોવાનું રિક્ષા યુનિયનના પ્રમુખ અશોક પંજાબીએ જણાવ્યું હતું.
- તેમણે કહ્યું કે, 7 જુલાઈએ પ્રતીક હડતાળ કરીશું.
- શહેરમાં રિક્ષાના પૈડાં થંભી જવાના હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડે તેવી નોબત આવશે.
- જોકે ઇમર્જન્સી સેવામાં રિક્ષા ચાલુ રહેશે.
- 10મીએ જીએમડીસી ખાતે વિશાળ જાહેર સભા યોજાશે.
- કોરોના વાયરસને કારણે રાજ્યનાં રિક્ષા ચાલકોની હાલત કફોડી બની છે.
- લૉકડાઉનનું અનલૉક થયા બાદ પણ લોકોમાં હજી કોરોનાનો ભય છે જેના કારણે જરૂર વગર બહાર નથી જતા.
- આજે એક દિવસની હડતાળ (strike) બાદ જો પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો 10મી જુલાઇએ જીએમડીસી ખાતે સભાનું આયોજન કરવામાં આવશે
- તથા તે બાદ વધુ હળતાળની જાહેરતા કરવામાં આવશે.
- લોકડાઉનમાં રિક્ષા ચાલકોની સ્થિતિ કફોડી બનતાં સહાય પેકેજની માગણી કરાઈ હતી,
- જેને ગુજરાત સરકારે ઠુકરાવતાં રિક્ષા ચાલકોના યુનિયનો આંદોલને ચઢયા છે,
- આર્થિક તંગીને કારણે અત્યાર સુધીમાં 3 રિક્ષાચાલકોએ જીવન ટૂંકાવ્યું છે.
- પાંચ અલગ અલગ માગણીઓને લઈને સરકારને રજૂઆત કરાઈ હતી, પણ તે સ્વીકારાઈ નથી.
- રિક્ષા ચાલકોના યુનિયનોએ અમદાવાદમાં ૭મી જુલાઈએ હડતાળ (strike) નું અઠવાડિયા પહેલાં જ એલાન કર્યું હતું.
- યુનિયનો દ્વારા પાંચ અલગ અલગ માગણી કરાઈ છે,
- તેમનું કહેવું છે કે, દિલ્હી-તેલંગાણા વગેરે રાજ્યોમાં સરકારે રિક્ષા ચાલકોને સહાય પેકેજ આપ્યું છે,
- તો ગુજરાતમાં પણ ત્રણ મહિના લેખે રિક્ષાચાલકોને ૧૫ હજાર સહાય આપવી જોઈએ।
- રિક્ષાચાલકોના વીજ બિલ, બાળકોની સ્કૂલ ફી, મ્યુનિસિપલ ટેક્સ બિલ માફ કરવાની માગણી કરાઈ છે.
- પરંતુ કોઈ પરિણામ ન આવતા હડતાળનો નિર્ણય કરાયો છે.
- સરકાર દ્વારા એક લાખની લોનની જાહેરાત માત્ર કાગળ પર હોવાનો પણ યુનિયનોએ આક્ષેપ કર્યો છે.
- યુનિયનના દાવા પ્રમાણે અમદાવાદમાં ૨.૨૦ લાખ કરતાં વધારે રિક્ષા ચાલકો છે જે તમામ સ્વયંભૂ બંધ પાળવાના છે.
- જો કે, કોંગ્રેસ અને અન્ય એક પાર્ટી દ્વારા પણ આ હડતાળ (strike) ને સમર્થન અપાયું છે.
- ઈમરજન્સી સેવાને કોઈ અસર નહિ થાય, કોઈ વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલે જવાની ફરજ પડે તેવી સ્થિતિમાં રિક્ષા ચાલુ રહી શકશે.
- India :ચીન-પાકિસ્તાનને માત આપવા, ભારત અમેરિકા પાસેથી ખરીદશે આ ઘાતક હથિયાર
- Galvan ઘાટીમાં ચીની સૈનિકોને પાછળ હટવામાં આ ખાસ વ્યક્તિની ભૂમિકા, જાણો
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News