sukanya samriddhi yojana

જો તમે રોકાણ કરવાને લઈને પ્લાન કરી રહ્યા છો તો આજે અમે તમને એક એવી સરકારી સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ જ્યાં તમે ખૂબ જ ઓછું રોકાણ કરીને વધુ રકમ ઉભી કરી શકો છો. આ સરકારી સ્કીમનું નામ સુકન્યા સમૃદ્ધિ યોજના(sukanya samriddhi yojana) છે. આ યોજનાથી તમે દિકરીના ભવિષ્યને સુરક્ષિત તો કરી શકો છો સાથે જ અહીં રોકાણ કરવાથી તમને ઈનકમ ટેક્સમાં પણ મદદ મળે છે. આ સ્કીમનો લાભ રોજના 1 રૂપિયાની બચત કરીને પણ ઉઠાવી શકાય છે.

શું છે સુકન્યા સમૃદ્ધિ યોજના

સુકન્યા સમૃદ્ધિ યોજના દિકરીઓ માટે કેન્દ્ર સરકારની એક નાની બચત યોજના છે જેને બેટી બચાઓ બેટી પઢાઓ સ્કીમ હેઠળ લોન્ચ કરવામાં આવી છે. નાના બચત સ્કીમમાં સુકન્યા સૌથી સારા વ્યાજદર વાળી યોજના છે.

આટલા રૂપિયાથી કરી શકાય છે રોકાણ

સુકન્યા સમૃદ્ધિ યોજના(Sukanya Samriddhi Yojana)માં 10 વર્ષ સુધીની દીકરીનું ખાતું ખોલાવી શકાય છે. આમાં તમે વાર્ષિક ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. જ્યારે પુત્રી 21 વર્ષની થશે ત્યારે આ યોજના પરિપક્વ થશે. જો કે, આ યોજનામાં તમારું રોકાણ ઓછામાં ઓછું દીકરી 18 વર્ષની થાય ત્યાં સુધી લૉક કરવામાં આવશે. 18 વર્ષ પછી પણ તે આ સ્કીમમાંથી કુલ રકમના 50% ઉપાડી શકે છે. જેનો ઉપયોગ તે ગ્રેજ્યુએશન કે આગળના અભ્યાસ માટે કરી શકે છે. આ પછી, જ્યારે તે 21 વર્ષની થાય ત્યારે જ તમામ પૈસા ઉપાડી શકાય છે.

કેટલું મળે છે વ્યાજ?

દરેક SSYમાં 7.6 ટકાનું વ્યાજ આપવામાં આવે છે જે ઈનકમ ટેક્સ છૂટની સાથે છે. આ પહેલા તેમાં 9.2 ટકા વ્યાજ પણ આપવામાં આવતું હતું.

મેચ્યોરિટી પર મળશે 15 લાખથી વધારે

માની લો કે તમે આ સ્કીમમાં દર મહિને 3000 રૂપિયાનું રોકાણ કરો છો. એટલે કે વાર્ષિક 36000 રૂપિયા પર તમને 14 વર્ષ બાદ 7.6 ટકા વાર્ષિક કમ્પાઉન્ડિંગના હિસાબથી 9,11,574 રૂપિયા મળશે. 21 વર્ષ એટલે કે મેચ્યોરિટી પર આ રકમ લગભગ 15,22,221 રૂપિયા થશે. જણાવી દઈએ કે હાલ તમને SSYમાં 7.6 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે જે ઈનકમ ટેક્સ છૂટની સાથે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024