New Delhi
સુપ્રીમ કોર્ટે નવી દિલ્હી (New Delhi)ના રેલવે ટ્રેક નજીક આશરે દોઢસો કિલોમીટર વિસ્તારમાં આવેલા તમામ ઝૂંપડાં હટાવવાનો આદેશ આપ્યો હતો. ઉપરાંત કોર્ટે એવી ખાતરી પણ આપી હતી કે ઝૂંપડાં હટાવાતા હશે ત્યારે કોઇ કોર્ટ આ કામગીરી અટકાવવા સ્ટે ઓર્ડર નહીં આપે.
કોર્ટે એવી સ્પષ્ટતા કરી હતી કે કોઇ બહાના વગર ત્રણ માસમાં આ કામ પૂરું થવું જોઇએ. કોઇ પ્રકારના રાજકીય દબાણને વશ થતા નહીં. કોઇ અદાલત આ બાબતે સ્ટે ઓર્ડર નહીં આપે. એક અંદાજ મુજબ દિલ્હીના રેલવે ટ્રેકને અડીને 48 હજાર ઝૂંપડાં છે.
આ પણ જુઓ : Sushant Singh Rajput ના પરિવારએ લીધો આ મોટો નિર્ણય
રેલવેએ આ અરજી કરી હતી અને કોર્ટને જણાવ્યું હતું કે ઘણી ઝૂંપડીઓ રેલવે ટ્રેકની એકદમ નજીક છે અને કેટલીક તો બે માળ ઊંચી છે. જેના કારણે અકસ્માતનો ડર રહે છે અને ક્યારેક ગંભીર અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા હતી. રેલવેએ કોર્ટને માહિતી આપી હતી કે આ ગેરકાયદે અતિક્રમણ હટાવવા રેલવેએ એક ખાસ ટાસ્ક ફોર્સની રચના કરી આ ઝૂંપડાં હટાવવાની કામગીરી પણ શરૂ કરાઇ હતી. રાજકીય દબાણના પગલે આ કામગીરી અમારે રોકી દેવી પડી હતી.
આ પણ જુઓ : Ahmedabad : અમદાવાદના આ વિસ્તારમાં કોરોનાએ વરસાવ્યો કહેર
કોર્ટે આ વાતની નોંધ લીધી હતી અને કહ્યું હતું કે ઝૂંપડપટ્ટી હટાવાતી હોય ત્યારે કોઇ પણ પ્રકારની રાજકીય દખલગીરીને ચલાવામાં નહિ આવે. દરેક રાજકીય પક્ષ આ ઝૂંપડપટ્ટીને પોતાની વોટ બેંક સમજીને ગેરકાયદે હોવા છતાં રહેવા દે છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.