Rain
દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાના ઉમરપાડામાં આભ ફાટ્યું છે. બે કલાકમાં 11 ઇંચ વરસાદ (Rain) વરસતા સર્વત્ર પાણી-પાણી થઈ ગયા છે. તેમજ ધોધમાર વરસાદને પગલે ચિતલડા અને ખાંભા બંગલીને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થતા બંધ થયો છે. તથા કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ થયો છે.
ધોધમાર વરસાદ (Rain) ને પગલે વીરા નદીમાં ઘોડાપુર આવ્યા છે. જો કે, ઉમરપાડાને સુરતના ચેરાપુંજી તરીકે ઓળખવામાં આવે છે. જંગલ વિસ્તારમાં ભારે વરસાદ પડતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
માંગરોળમાં પણ 5.25 ઇંચ વરસાદ (Rain) પડ્યો છે. જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. રસ્તો તો જાણે નદી બની ગયો હોય તેમ પાણી વહેવા લાગ્યું હતું. આ ઉપરાંત વિયર કમ કોઝવે હજુ પણ વાહન વ્યવહાર માટે બંધ છે. અત્યારે વિયર કમ કોઝવેની સપાટી 6.24 મીટર છે.
ઉકાઇ ડેમની સપાટી 342.47 ફૂટ થતા પાણી આવક નહીંવત થઇ ગઇ છે. જયારે વિયર કમ કોઝવેની સપાટી 6.24 મીટર પહોંચી છે. ઉકાઇ ડેમનું લેવલ અને ભયજનક બન્ને સરખા 345 ફૂટ છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.