પેટ્રોલ-ડીઝળના વધતા ભાવને કારણે કોંગ્રેસે આજે ભારત બંધનું એલાન કર્યું છે. ભારત બંધના એલાન દરમિયાન તોફાની તત્વોએ સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવનું શરૂ કર્યું છે.
પેટ્રોલ-ડીઝળના વધતા ભાવને કારણે કોંગ્રેસે આજે ભારત બંધનું એલાન કર્યું છે. ભારત બંધના એલાન દરમિયાન તોફાની તત્વોએ સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવનું શરૂ કર્યું છે. ભારત બંધને પગલે સુરતમાં બંધનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. જોકે, કોંગ્રેસના કાર્યકર્તાઓ સુરતના અલગ અલગ વિસ્તારોમાં દુકાનો બંધ કરવા માટે રસ્તા ઉપર આવ્યા હતા.
બંધ પાળવા માટે દુકાનો બંધ કરાવવા માટે નીકળેયાલા કોંગ્રેસના મહિલા કોર્પોરેટરની પોલીસે અટકાયત કરી છે.
સુરતમાં ભારત બંધને સફળ બનાવવા માટે કોંગ્રેસે આહ્વાન કર્યું છે. વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને જવાબદારી સોંપાઇ છે.
NSUIના માથે શાળા કોલેજ બંધ કરાવવાની જવાબદારી સોપાઇ હતી. જેના પગલે NSUIના કાર્યકર્તાઓ શાળા-કોલેજો બંધ કરાવવા માટે નીકળ્યા હતા.
સુરતમાં રિક્ષા એસોસિએશન બંધથી દૂર રહેવાની માહિતી મળી રહી છે.
સુરતમાં અનિચ્છનીય બનાવો ન બને તે માટે પુરતો પોલીસ બંદોબસ્ત
બંધને પાળવા માટે કોંગ્રેસના કાર્યક્તાઓ વિવિધ વિસ્તારોની દુકાનો બંધ કરવા માટે રસ્તા ઉપર ઉતર્યા હતા.
સુરતના લિંબાયત વિસ્તારમાં ટાયર સળગાવીને કોંગ્રેસના કાર્યકર્તાઓએ પેટ્રોલ ડીઝલના ભાવનો વિરોધ નોંધાવ્યો હતો.
“તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.
જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે SHARE કરજો.“