• રોજ એક સફરજ ખાવાથી ડૉક્ટર છેટા રહા છે. આ વાત હવે સંશોધનમાં પણ સાબિત થઈ ગઈ છે. તાજેતરમાંજ થયેલા એક સંશોધનમા જાણવા મળ્યું છે કે રોજ એક સફરજન ખાવાથી હાર્ટની બિમારીઓથી દૂર રહી શકાય છે. હાર્ટ ઉપરાંત કેંસર જેવી ખતરનાક બિમારીઓ પણ સફરજનથી દૂર રહે છે. સંશોધનકારોને જાણવા મળ્યું છે કે જ્યારે તમે ઉચ્ચ ફ્લેવોનોઇડ્સ પદાર્થ યુક્ત ખોરાક ખાવો છો ત્યારે ઘાતક બિમારીઓ સામે લડવાની ક્ષમતા વધી જાય છે.સંશોધનકારકોએ જણાવ્યું હતું કે સફરજન, નારંગી, બ્રોકોલીનો એક ભાગ અને મુઠ્ઠીભર બ્લુબેરી ખાવાથી વ્યક્તિને કુલ 500 મિલિગ્રામ ફ્લેવોનોઇડ્સ મળે છે જે સોજો ઘટાડવામાં મદદગાર છે. રાષ્ટ્રીય કેન્સર સંસ્થા અનુસાર, સોજા માટે ડીએનએ જવાબદાર છે જે નુકસાનનું કારણ બને છે.
  • અધ્યયનના મુખ્ય લેખક ડો. નિકોલા બોનડોનોએ કહ્યું, “આ તારણો મહત્વપૂર્ણ છે કારણ કે તેઓ ફ્લેવોનોઈડ્સવાળા ખોરાકના સેવનને પ્રોત્સાહન આપીને કેન્સર અને હૃદય રોગને રોકવાની ક્ષમતા સમજાવે છે.”ઓસ્ટ્રેલિયાની એડિથ કોવાન યુનિવર્સિટીના સંશોધકોએ 53 હજારથી વધુ લોકોના ખાદ્યપદાર્થોની તપાસ કરી અને 23 વર્ષ સુધી તેનું નિરીક્ષણ કર્યું હતુંજેમાં જાણવા મળ્યું હતું કે કે જે લોકોએ 500 મિલિગ્રામ એન્ટીઓકિસડન્ટ એટલેકે ફ્લેવોનોઇડ્સનું સેવન કર્યું છે, તેમનામાં કેન્સર અને હાર્ટના રોગોનું થી મૃત્યુનું જોખમ ઘટે છે. ફ્લાવોનોઇડ્સ એ કુદરતી પદાર્થોનો જૂથ છે જે ફળો, શાકભાજી અને અનાજમાં જોવા મળે છે. સફરજન ખાવાથી પેટની સમસ્યાઓ જેવી કે કબજિયાતથી પણ રાહત મળે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024