Building collapsed
વહેલી સવારે સુરતમાં રાંદેરમાં આવેલા નિલાજમ એપાર્ટમેન્ટનો એક ભાગ ધરાશાયી (Building collapsed) થતાં તેની નીચે સૂતા ત્રાણ લોકોનાં મોત થયા છે. આ ઘટના બાદ ફાયર અને 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ રેસ્ક્યૂ કરી કાટમાળ નીચે દબાયેલા ત્રણને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
જોકે, આ ત્રણેયનાં મોત થયાં છે. જો કે, આ એપાર્ટમેન્ટ જર્જરિત હોવાને કારણે ખાલી કરાવાયેલું હતું. ત્રણેય મૃતકો શ્રમજીવી હતા, જે જર્જરિત બિલ્ડિંગ નીચે સૂતા હતા.
આ નિલાજમ એપાર્ટમેન્ટ વર્ષ 1985માં બનાવવામાં આવ્યું હતું. એક વર્ષ પહેલા બિલ્ડરને નોટિસ આપી હોવા છતાં આ સાત માળનાં બિલ્ડિંગને ઉતારવામાં આવ્યું ન હતું. જેના કારણે આ કરૂણ (Building collapsed) ઘટના બની છે.
ઉપરાંત આ જર્જરિત બિલ્ડિંગને ત્રણ વર્ષ પહેલા જ ખાલી કરાવી દેવામાં આવી હતી. તથા આ સાથે બિલ્ડરને પણ બિલ્ડિંગ પાડવાની નોટિસ આપી દેવામાં આવી હતી. પરંતુ ઇમારત જેમની તેમ જ રહેવા દીધી હતી. તો અત્યારે આ બિલ્ડીંગે ત્રણ લોકોનાં ભોગ લીધા બાદ તંત્ર સફાળુ જાગ્યું છે.
મળતી માહિતી પ્રમાણે તંત્રએ આ દૂર્ઘટના બાદ બિલ્ડિંગનાં બિલ્ડર વિજય શાહ સામે ત્રણ લોકોના મોત વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જો કે, આ બિલ્ડર વિજય શાહ જીવરાજ ચાના માલિક છે. જર્જરિત ઇમારતમાંથી રહેતા લોકોને ખાલી કરાયા હતા પરંતુ અહીં નીચેનાં માળમાં બેથી ત્રણ દુકાનો ચાલુ હતી.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.