1.46 કેરેટના ડાયમંડને ભારતના મેપનો આકાર આપી તેના પર મોદીની તસવીર બનાવી.

પોસ્ટ કેવી લાગી?
 • સુરતના યુવક આકાશ સલીયાએ 5 વર્ષના રિસર્ચ અને ડેવલોપમેન્ટ બાદ 3 કેરેટના હીરાને 3 મહિના સુધી કટ કરીને 1.46 કેરેટના ભારતના નકશાના આકારના હીરા નો ઢાળ આપ્યો છે.
 • 3 અઠવાડિયા સુધી 4 વખત લેસર ફેરવ્યા બાદ વડાપ્રધાન મોદીની તસ્વીર અલૌકિક કરી છે. ઉદ્યોગકાર આકાશ સલીયા આ બાબત અનુસાર જણાવે છે કે, હીરો ફાટી જશે તે ભય સાથે જ કામ થયું છે, એવું ગણાશે.
 • 1 થી 8 એમ એમના 12 ગ્લાસ પર પ્રેક્ટિસ બાદ આ હીરા પર પ્રથમ પ્રયત્ને વડાપ્રધાન મોદીની તસ્વીર બનાવી છે.
 • આ હીરો વડાપ્રધાન મોદીને ભેટ કરાશે. આના માટે જ હીરા ઉપર મોદીની તસ્વીર બનાવવામાં આવી છે.
 • કતારગામ ખાતે રહેતા આકાશ સલીયાએ ભારતને સોનામાં નહીં પરંતુ રીયલ ડાયમંડમાં કંડાર્યુ છે.
 • વર્ષ 2014-15માં તેમણે ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરીના વિદ્યાર્થીકાળમાં એક થી ત્રણ કેરેટના રીઅલ ડાયમંડને ભારતનો નકશો આપવાનું કામ શરૂ કર્યુ હતું.
 • આકાશ સલીયાએ કહ્યું હતું કે, વર્ષ-1998માં તેના નજીકના સંબંધીએ એક ત્રણ કેરેટનો ડાયમંડ ખરીદ્યો હતો.
 • આ સમયે તેની કિંમત 45,000 આસપાસની હતી. 14 વર્ષ પછી એ ડાયમંડ જ્યારે જોવામાં આવ્યો તો મને તેમાં ભારતના નકશાનો ભાસ દેખાયો અને એ ડાયમંડમાં ભારતનો નકશો બનાવવાનો વિચાર આવ્યો હતો અને પછી તરત તેના પર કામ શરૂ કર્યું હતું.
 • દરરોજ પાંચ કલાક જેટલું કામ કરીને અંદાજિત બે મહિનામાં ડાયમંડને નકશામાં પરિવર્તીત કર્યો.
 • આ કાર્ય કરવું એટલું આસાન ન હતું છતાં પણ લેસર દ્વારા કામ લેવાનું હતું અને લેસર દ્વારા હીરો તૂટવાની પણ શક્યતાઓ ઘણી બધી હતી.
 • જ્યારે ભારતના નકશા સ્વરૂપે ડાયમંડ તૈયાર થયો ત્યારે તેનું આશારે વજન 1.46 કેરેટ હતું.
 • જ્યારે નકશો તૈયાર થયો ત્યારે તેને સલામી આપીને તેને સેઇફ જગ્યા એ મૂકી દીધો હતો.
 • નકશો તૈયાર કરતી વખતે ઘણી બધી મુશ્કેલીઓ ઉભી છતાં પણ તે વખતે મારા પ્રિય મિત્ર કેયુર મિયાણીએ સહયોગ આપ્યો હતો.
 • તે મારી પડખે ઉભા રહી મદદ કરવાની સાથે મને સતત પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું.
 • આકાશ સલીયાએ 2017માં ફરી ડાયમંડ જોવા માટે બહાર કાઢ્યો તેને ડાયમંડની અંદર કશુક નવું કરવાની ઇચ્છા થઇ હતી.
 • વડાપ્રધાન મોદીના સ્વચ્છ ભારત, ડિજિટલ ઇન્ડિયા, બેટી બચાવો-બેટી પઢાવો વગેરે જેવા દેશલક્ષી કાર્યોથી પ્રભાવિત હોવાના કારણે ડાયમંડની અંદર નરેન્દ્ર મોદીની આકૃતિ બનાવવાનું નક્કી કર્યું હતું.
 • લેસર ઇન્સ્ક્રીપ્શન અને એક મહિનાની મહા મહેનત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આકૃતિ પણ ડાયમંડમાં સ્થાપિત કરી હતી.
 • માત્ર દોઢ કેરેટના હીરાની અંદર લેસર ઇન્સ્ક્રીપ્શનથી આકૃતિ ઉપસાવવી જે કામ સહેલું ન હતું છતાં પણ એને વોલ્ટેજ અને ડેપ્થમાં એક પોઇન્ટનો પણ વધારો થઇ જાય તો આખો ડાયમંડ તૂટી જવાની શક્યતાઓ પણ ઘણી બધી હતી.
 • ભારતના નકશામાં મોદી આકૃતિ જડિત ડાયમંડ તેઓ વડાપ્રધાન મોદીને જ ભેટ આપવાની ઇચ્છા ધરાવે છે.

યુવક ડાયમંડ ઉત્પાદક અને જ્વેલરી ડિઝાઇનર છે

 • આકાશ સાલિયા ડાયમંડ ઉત્પાદક અને જ્વેલરી જે ડિઝાઇનર છે.
 • આકાશ સળિયા એ ઘણી બધી અગ્રણી બ્રાન્ડ્સ માટે ડાયમંડની વિશિષ્ટ ડિઝાઇન પણ બનાવેલી છે.
 • પ્રોફેશનલ જર્ની દરમિયાન તેણે આઈએસજીજે ધ જ્વેલરીમાંથી ડાયમંડ અને જ્વેલરી એજ્યુકેશન પણ પૂર્ણ કર્યું છે.
 • આકાશ સલીયાએ કહ્યું હતું કે, પહેલીવાર ડાયમંડમાં ભારતના મેપ આકાર આપવાનો હતો એ પહેલા 10થી 12 વખત કાચ પર કામ કર્યું હતું.
 • આ કાર્ય માં સફળતા મળ્યા બાદ હીરા પર કામ ચાલું કર્યું પણ તેમાં ધારી સફળતા મળતી ન હતી કારણ કે કાચ અને હીરાની હાર્ડનેસમા ખુબ મોટુ અંતર રહેલું હોય છે. છતાં પણ તેમને રીસ્ક લઇને હીરા પર કામ કર્યું હતું.
 • વડાપ્રધાનની આકૃતિ ઉપસાવતી વખતે પણ લેસર પહેલા આ રીતે જ કાચ પર પ્રયોગ કરવામાં આવ્યા હતાં. જેના કારણે તેમને સફળતા મળી હતી..
 • સિન્થેટીક ડાયમંડની ટોળકી રીયલ ડાયમંડના બિઝનેસનો નેગેટીવ પ્રચાર કરવામાં લાગેલી છે.
 • હકીકત માં જ્યાં સુધી મને જાણ છે ત્યાં સુધી મને ખબર છે કે ત્યાં સુધી રીયલ ડાયમંડમાં બાળમજૂરી કે બ્લડ ડાયમંડ જેવુ કશું જ હોતું નથી.
 • આ મેસેજ વધુંમાં વધુ ફોરવર્ડ થાય અને વડાપ્રધાન સુધી પહોંચે તેમજ લોકો ફરી રીયલ ડાયમંડના વ્યવસાય તરફ વળે એવી હું આશા ધરાવું છું.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures