Corona vaccination
પાટણ જિલ્લામાં કોરોના વેક્સિનેશન (Corona vaccination) અંતર્ગત સર્વે શરૂ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત કરાયેલ સર્વેલન્સમાં 50 વર્ષથી વધુ ઉંમરના અને 50 વર્ષથી ઓછી ઉંમરના ગંભીર બીમારીઓ ધરાવતા લોકોનો સર્વે કરવાનો હતો.
સર્વેમાં 50 વર્ષથી વધુ ઉંમરના 218400 લોકો જ્યારે 50 વર્ષથી ઓછી ઉંમરના ગંભીર બીમારીઓ ધરાવતા 4510 દર્દીઓ મળ્યા છેેે. ગ્રામીણ વિસ્તારમાં મોટાભાગનો સર્વે પૂરો થઇ ચુક્યો છે. પાટણ અને સિદ્ધપુર વિસ્તારમાં સર્વેની કામગીરી એક થી બે દિવસ સુધી ચાલશે.
આ પણ જુઓ : ભારત-બાંગ્લા દેશ વચ્ચે ટ્રેન સેવા શરૂ થશે, 17મીએ ઉદ્ઘાટન કરશે
પાટણ જિલ્લામાં રસીકરણ માટે મોટા ભાગની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે જિલ્લાનો વેક્સિન સ્ટોર બનાવવામાં આવ્યો છે. વેક્સિન રાખવા માટે બે ડીપ ફ્રીઝ અને પાંચ રેફ્રિજરેટર તૈયાર રાખવામાં આવ્યા છે. જે 70000 ડોઝની કેપિસિટી ધરાવે છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.