વિવાદબાદ વિજાપુર APMC ચેરમેન – વા. ચેરમેન ની ચુંટણી પૂર્ણ

chairman and vice chairman of vijapur apmc were selected

chairman and vice chairman of vijapur apmc were selected : મહેસાણા ના વિજાપુર APMC ની ચુંટણી બાદ મામલો હાઇકોર્ટ પહોંચ્યા એક મહિને ચેરમેન અને વાઇસ ચેરમેન ની મંગળવારે ચુંટણી યોજાઈ હતી. માત્ર 19 સભ્યોના મત સાથે ચેરમેન વાઇસ ચેરમેન ની ચુંટણી માં પણ ઇતિહાસમાં પ્રથમવાર મામલો હાઇકોર્ટ પહોંચતા 5 કલાક પરિણામ જાહેર કરતા લાગ્યા હતા. … Read more

મહેસાણા જિલ્લામાં અડધો કિલોમીટર સુધી વિસિબિલિટી ઘટતા સર્જાયો ટ્રાફિક જામ

mehsana mavthu

રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે કેટલીક જગ્યાએ ધૂમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. જેના કારણે ક્યાંક વરસાદ તો ક્યાંક હળવું ઝાપટું પડ્યું હતું. વાદળો છવાતાં વહેલી સવાર થી જ મહેસાણા જિલ્લામાં ઝરમર કમોસમી વરસાદ ચાલુ થયો હતો. મહેસાણા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારે વાદળો છવાતાં વિસિબિલિટી ઘટી … Read more

મહેસાણા : પોલીસે કોમ્બીંગ દરમ્યાન તોડફોડ કરી હોવાના કરાયા આક્ષેપ.

મહેસાણા(mahesana) જિલ્લાનું કટોસણ ધનપુરા ગામમાં ગુનેગારો નું સામ્રાજ્ય ફેલાયેલુ છે.કટોસણ ધનપુરા ગામ વિસ્તાર માં હત્યા,દારૂ,જુગાર અને આેઇલ ચોરી જેવા ગુનાઆે માટે ખૂબ જ બદનામ થયેલુ છે અને તેના કારણે તાજેતર માં પોલીસ દ્વારા કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે.

પરંતુ પોલીસ કાર્યવાહી માં ઘણા ગુનેગારો ઝડપાઇ ગયા છે તો હજુ ઘણા આરોપીઆે ફરાર છે..આ સ્થિતિ વચ્ચે ગતરોજ મહેસાણા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ(crime branch) સહિત ની પોલીસે કટોસણ માં આરોપીઆેને ઝડપી પાડવા કોમ્બિંગ(combing) કયુઁ હતું.

જેલ હવાલે જોરાવરસિંહ સોલંકી અને ફરાર નરપતસિંહ ઝાલા અને ભાથીભા સોલંકીના ઘરે પોલીસ ગઈ હતી. ત્યારબાદ પરીજનો હવે આક્ષેપ કરવા લાગ્યા છે ત્રણે આરોપી ના મકાનમાં સરસામાનની તોડફોડ કરી પોલીસે નુકશાન પહોચાડ્યું હોવાનો દાવો કરી રહ્યા છે.

બીજી તરફ પોલીસ ના જણાવ્યા મુજબ અમે કોમ્બિંગ કયુઁ છે તોડફોડ કરી નથી. આમ આરોપીઆેના પરીજનો ના પોલીસ ઉપર આક્ષેપથી મામલો ગરમાયો છે.

મહેસાણા : સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનું કરાયું ઈ-લોકાર્પણ.

રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રાજ્યના ૧૦ સાયબર ક્રાઇમ(cyber crime) પોલીસ સ્ટેશન વીડીયો કોન્ફરન્સના માધ્યમથી ઇ-લોકાર્પણ કર્યા હતા. જે અંતર્ગત મહેસાણા(Mahesana) પોલીસ હેડક્વાટર્સ ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે

જિલ્લા પોલીસ અધિક્ષક ડો.પ્રાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ઇન્ટરનેટ ટેકનોલોજી થકી આજે ડિજિટલ(digital) દુનિયા તરફ પ્રયાણ થઇ રહ્યું છે. જેની સાથે સાયબર ક્રાઇમના કેસો પણ વધી રહ્યાં છે. મહેસાણા જિલ્લા(district)માં સાયબર ક્રાઇમને નાથવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ૧ પી.આઇ, ર પી.એસ.આઇ સહિત ર૦ પોલીસ કર્મયોગીઓ કામ કરી રહ્યાં છે.

જિલ્લા પોલીસવડા ડો.ગોહિલે ઉમેરું હતું કે છેલ્લા છ મહિનાથી કાર્યરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જિલ્લાના નાગરિકોના પ લાખ ૮૮ હજારની રકમ સહિત ૪૯ મોબાઇલ(mobile) પરત કરવામાં સફળતા મળી છે. તેમણે ઉમેરું હતું કે મહેસાણા જિલ્લામાં સાયબર ક્રાઇમ એવરનેસ ટેલીગ્રામ(telegram) ચેનલ શરૂ કરાઇ છે.

આ ચેનલમાં ૧પ૦૦ થી વધુ નાગરિકો જોડાયા છે તેમ જણાવી આગામી સમયમાં ૧૦ હજારથી વધુ નાગરિકો જોડાય તે માટે પોલીસ કામ કરી રહી છે. જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે જિલ્લામાં રપ સાયબર ક્રાઇમના નોંધાયેલા ગુનામાંથી ૮ જેટલા ગુનાઓ ઉકેલી દેવામાં આવ્યા છે. મોબાઇલ, કોમ્પ્યુટર(computer), લેપટોપ(laptop), ટેબલેટ દ્વારા ઇન્ટરનેટના માધ્યમ વડે કોઇપણ પ્રકારની લાલચ, છેતરપિંડી, ધાક-ધમકી, નાણાકીય ફ્રોડ, અપમાનજનક ભાષાનો પ્રયોગ, પાસવર્ડ કે અન્ય ડિજિટલ ડેટાની ચોરી કરવી જેવા ગુના એટલે સાયબર ક્રાઇમ જેવા ગુનાઓને નાથવા માટે મહેસાણા પોલીસ કટિબદ્ઘ છે.

મહેસાણા જિલ્લા પોલીસ હેડક્વાટર્સ ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન લોકાર્પણ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક ભક્તિબા ઠાકર, નાયબ પોલીસ અધિક્ષક સહિત પોલીસ કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

મહેસાણા : માં કાર્ડની કામગીરી બંધ કરાતા હાલાકી.

ગુજરાત સરકાર દ્વારા રાજ્ય માં તમામ કેન્દ્રો ઉપર માઁ કાર્ડ ની કામગીરી બંધ કરી દેવા ટેલિફોનિક આદેશો આપ્યા છે. આથી મહેસાણા (Mahesana) જિલ્લા માં પણ 10 તાલુકા ના તમામ 10 કેન્દ્રો ઉપર માઁ કાર્ડ નવીન કાઢવા ની અને માઁ કાર્ડ રીન્યુ કરવા ની કામગીરી બંધ કરી દેવા માં આવી છે.

  • મહેસાણા (Mahesana) જિલ્લા માં માઁ કાર્ડ કેન્દ્રો બંધ
  • રાજ્ય સરકાર ના ટેલિફોનિક આદેશ બાદ કેન્દ્રો બંધ કરાયા
  • માઁ કાર્ડ કેન્દ્રો બંધ થવાથી લાભાર્થીઓ અટવાયા
  • રાજ્ય માં અદિતિ માઇક્રોસીસ કંપની નો છે કોન્ટ્રાકટ
  • માઁ કાર્ડ કેન્દ્રો ચલાવતી એજન્સીઓ પણ અટવાઈ

આ કારણે મહેસાણા (Mahesana) જિલ્લા ના માઁ કાર્ડ કેન્દ્રો ઉપર માઁ કાર્ડ ની કામગીરી સંપૂર્ણ બંધ થતાં જ એજન્સી સંચાલકો અટવાઈ ગયા છે તો વળી દૂર દૂર થી માઁ કાર્ડ કાઢવા આવતા લાભાર્થીઓને કેન્દ્રો ઉપર ધરમ ધક્કા થી લાભાર્થીઓ ને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures