ઘરે બનાવો ટેસ્ટી ગુજરાતી તુવેર ની દાળ

સામગ્રી 

૧૦૦ ગ્રામ તુવેર ની દાળ
૨ નંગ ટમેટા
૨ લીલા મરચા
૧ નાનો ટુકડો આદુ
મીઠો લીમડો
૧૫ નંગ સિંગદાણા
એક ચમચો ગોળ
એક ચમચી લાલ મરચું પાઉડર
અડધી ચમચી હળદર
અડધી ચમચી ધાણાજીરું
રાય , જીરું અને મેથી વઘાર માટે
અડધી ચમચી હિંગ
સ્વાદ અનુસાર મીઠું
એક લીંબુ
એક સુકું મરચું
થોડી કોથમરી

બનાવવા માટે ની રીત 

દાળ ને ધોઈ ને કુકર બાફવા મુકો . બાફવા વખતે મીઠું નાંખી દો . એકદમ સરસ દાળ બફાય જશે .
બફાય જાય એટલે દાળ ને એકદમ જેરી (mix)લ્યો .
આ દાળ બહુ ઘટ્ટ (thick) નથી હોતી એટલે થોડું પાણી મિલાવો .
દાળ ને એક તપેલી માં નાંખી ગેસ પર મુકો .
મરચા ના નાના ટુકડા કરી લો ,ટમેટા અને આદુ ને ખમણી ને પલ્પ બનાવી લો .
મરચા ,ટમેટા અને આદુ દાળમાં નાંખી દો
હળદર , લાલ મરચું , ધાણાજીરું , સિંગદાણા અને ગોળ નાંખો . દાળને ઉકળવા દો.
હવે વઘાર ની તૈયારી કરીએ
નાના લોયામાં એક ચમચો તેલ મુકો . તેમાં રાઇ , જીરું અને મેથી નાંખો .એક લાલ સુકું
મરચું નાંખો . તેલ ને એકદમ ગરમ થવા દો .
હવે તેમાં મીઠો લીમડો અને છેલ્લે હિંગ નાંખી તેમાં થોડી દાળ નાંખો .
વઘાર કરેલી દાળને બધી દાળ જેમાં છે તેમાં મિલાવી દ્યો
ફરી દાળને ઉકળવા દો .
એક લીંબુનો રસ નાંખો કોથમરી નાંખી દાળને પીરસો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024