- સમગ્ર દેશમાં કોરોનને ફેલાતો અટકાવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું.
- તેના અંતર્ગત તમામ ધાર્મિક સ્થળો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
- જોકે હવે ગુજરાત સરકાર દ્વારા વેપાર અને ધંધો ફરી શરૂ કરવા માટે લોકોને છૂટ આપવામાં આવી છે.
- તેમજ આગામી 8 જૂનથી તમામ ધાર્મિક સ્થળો પણ ખોલવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે.
- પરંતુ પાવાગઢ મંદિર આગામી 20 જૂન સુધી બંધ રહેશે તેવી મંદિરના ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
- શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.
- પંચમહાલમાં આવેલા પાવાગઢ ખાતે આવેલ મંદિરના દરવાજા ભક્તો માટે 20 જૂન પછી ખુલશે
- નવા પગથિયાનું નિર્માણ કાર્ય સહિતની કામગીરી ચાલી રહી હોવાથી મંદિર યાત્રિકો માટે બંધ રહેશે.
- યાત્રીઓની સલામતીને ધ્યાનમાં લઈને ટ્રસ્ટ દ્વારા મંદિર 20 જૂન પછી ખુલશે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
- તેથી આગામી 20 તારીખ સુધી મંદિર બંધ રહેશે.
- જોકે અનલોક-1માં આગામી 8 જૂનથી તમામ ધાર્મિક સ્થળો ખોલવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News