video

વૈશ્વિક મહામારી કોરોનાનો કહેર સમગ્ર રાજ્યમાં યથાવત છે ત્યારે રાજ્યમાં અવાર નવાર ગુનાઓનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. અમદાવાદમાં યુવતીને પોતાના પુરુષ મિત્ર પર વિશ્વાસ રાખવો ખુબ જ ભારે પડી ગયો હતો.

આ ઘટનામાં શહેરની એક યુવતીનો બિભત્સ વીડિયો (video) પુરુષ મિત્રએ વિદેશની પોર્ન સાઈટ પર વાઈરલ કર્યો હતો. તો આ સંદર્ભે યુવતીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. સાઈબર ક્રાઈમે પણ યુવતીની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે, અને ગુનોં નોંધાયાના થોડાક જ સમયમાં આરોપીને ઝડપી લીધો છે.

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં યુવતીને પુરુષ મિત્રનો કડવો અનુભવ થયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનામાં અમદાવાદી યુવતીનો બિભત્સ વીડિયો (video) તેના મિત્ર પાસે હોવાથી તેમાંથી ફાયદો મેળવવા માટે તેના મનમાં લાલચ જાગી હતી. તો પુરુષ મિત્રએ લાલચમાં આવી જઈને વિદેશની સંખ્યાબંધ પોર્ન સાઈટ પર અપલોડ કરી દેતા ખળભળાટ મચી ગયો હતો.

  • વિદેશની સંખ્યાબંધ પોર્ન સાઈટ પર અમદાવાદી યુવતીનો બિભત્સ વિડીયો (video) અપલોડ થતાં યુવતીને ખબર પડતા તેને ફાળ પડી હતી.
  • તો આ ઘટનામાં કોનો હાથ હશે તે વિચાર સાથે તેણે અમદાવાદ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.
  • એટલું જ નહીં, આરોપી મિત્ર પણ એટલો શાતીર હતો કે યુવતીને તેના પર શંકા જાય નહીં તેના માટે આરોપી પુરુષ ફરિયાદ નોંધાવવા યુવતી સાથે ગયો હતો.
  • પરંતુ ફરિયાદ નોંધાયાના થોડાક જ સમયમાં સાઈબર ક્રાઈમે આરોપીને ઓળખી કાઢ્યો હતો આરોપી યુવકની ધરપકડ કરી હતી.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024