barog tunnel ghost

હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)માં કાલકા-શિમલા રેલવે લાઈન પોતાની સૌથી લાંબી બડોગ ટનલ (Barog tunnel) માટે જાણીતી છે. યુટૂબર્સ અને ટ્રેકર્સ આ બંધ પડેલી ટનલ અને બ્રિટિશ એન્જિનિયર બડોલની કબરને જોવા અહીં આવે છે. તેમના નામ પર જ શહેરનું નામ રખાયું છે. એવું કહેવાય છે કે, કર્નલ બડોલ જેમનું આખું નામ કોઈને નથી ખબર, ટનલ 33ના નિર્માણના ઈન્ચાર્જ હતા. તે ,752 ફૂટ લાંબી ટનલ છે. તેમણે તેને બંને છેડેથી ખોદવાનું શરૂ કર્યું, પરંતુ તેમનું અલાઈનમેન્ટ ખોટું હતું અને બે ભાગ ક્યારેય એકબીજા સાથે મળ્યા જ ન હતા. આ ટનલને હવે હોન્ટેડ પ્લેસ તરીકે ઓળખવામાં આવે છે. સ્થાનિક લોકોનુ એમ પણ કહેવું છે કે, એન્જિનિયરના મોત પછી અહીં ભયાનક ઘટનાઓ થવા લાગી હતી. ઘણા લોકોનો દાવો છે કે, તેમણે કર્નલ બડોલની આત્માને ભટકતી જોઈ છે.

એવું કહેવાય છે કે, સુરંગના બંને ભાગ ન મળવાને કારણે બડોલની ટીકા થઈ અને તેમને એક રૂપિયાનો દંડ કરાયો હતો. તેના આઘાતમાં તેઓ પોતાના પાળેલા શ્વાસ સાથે આ ટનલના મુખ પાસે ગયા અને પોતાને ગોળી મારી દીધી હતી. જણાવાયા મુજબ, તેમને દફનાવાયા હતા. કહેવાય છે કે, બડોગની કબર પણ ભૂતિયા છે. ઓછામાં ઓછા 15 વર્ષોમાં તેને કોઈએ જોઈ નથી. યુનેસ્કોની ટીમે 2007માં તેને શોધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નિરાશા હાથ લાગી હતી. એટલું જ નહીં, કહેવાય છે કે, અહીં કર્નલ બડોગનું ભૂત ફરે છે. બાદમાં બાબા ભાલકુ નામના એક ભારતીયે બ્રિટિશ રેલવે એન્જિનિયરોને આ ટનલના યોગ્ય અલાઈન્મેન્ટમાં મદદ કરી. તેમની સેવા માટે વાઈસરોયએ તેમને સન્માનિત કર્યા હતા. શિમલા શહેરમાં ભાલકુના નામ પર એક રેલવે સંગ્રહાલય પણ છે.

ટનલ નિર્માણ પહેલા જ કરાયો હતો બડોલનો ઉલ્લેખ

આ ટનલને લઈને એક ગૂંચવાડો ઊભી કરતી વાત એ પણ છે કે, ટનલનું કામ શરૂ થયા પહેલા જ ટનલને બડોગ નામથી ઓળખવામાં આવતી હતી. 14 ઓગસ્ટ, 1899ના બોમ્બે ગેજેટનો આ અંશ એ વાતનો પુરાવો છે- ‘શિમલા-કાલકા રેલવે માટે એક વિસ્તૃત અને ફાઈનલ તપાસ હવે હેરિંગ્ટન (ચીફ એન્જિનિયર) તરફથી પૂરી કરી લેવાઈ છે… પ્રસ્તાવિત અલાઈન્મેન્ટ માટે ત્રણ મહત્વપૂર્ણ નિર્માણની જરૂર પડશે. આ ટનલ કોટિ સ્પર, બડોગ અને તારા દેવીમાં બનશે.’ કાલકા-શિમલા લાઈનનું નિર્માણ 1900ના ઉનાળા સુધી શરૂ થયું ન હતું અને બડોગ 25 મે, 1900ના એન્જિનિયરના એક રિપોર્ટમાં ફરીથી આવે છે. પહેલા કાલકાથી શિમલા સુધી પર્વતીય રેલવેનો છેડો તાજેતરમાં જ વાળવામાં આવ્યો છે… તેમાં સૌથી ભારે ભાગમાં બે મોટી સુરંગ છે, જેને બનાવવાની છે. તેમાંથી એક સોલન હિલની નીચે અને બીજ બડોગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024