Taj Mahal

Taj Mahal

જગપ્રસિદ્ધ તાજમહાલ (Taj Mahal) કોરોનાના પગલે છેલ્લા 188 દિવસથી લૉકડાઉન હેઠળ બંધ હતો. જે દેશીવિદેશી પર્યટકો માટે આજથી ફરી ખુલ્લો મૂકાયો છે. ઉપરાંત આગ્રાના કિલ્લાને પણ આજે ખુલ્લો મૂકાયો છે.

વિદેશી પર્યટકો માટે 1100 રૂપિયા અને દેશી પર્યટકો માટે પ0 રૂપિયા એન્ટ્રી ફી નક્કી કરવામાં આવી હતી. આ બંને પ્રવાસ સ્થળો માટેની ટિકિટો ઓનલાઇન ખરીદવાની રહેશે. ઓનલાઇન ટિકિટ ખરીદ્યા પછી ક્યૂઆર કૉડ સ્કેન કરીને પ્રવાસી અંદર જઇ શકશે.

આ પણ જુઓ : પાટણ જિલ્લામાં કોવિડ વિજય રથ દ્વારા સેવા સાથે ચાલી રહ્યું છે જનજાગૃતિ અભિયાન

આગ્રાના જિલ્લા મેજિસ્ટ્રેટ પી એન સિંઘના કહેવા મુજબ શરૂઆતમાં રોજ ફક્ત 5000 પર્યટકોને તાજમહાલ સુધી જવાની પરવાનગી મળશે. તેમજ આગ્રાના કિલ્લા માટે 2500 નો આંકડો રાખવામાં આવ્યો છે. આ બંને સ્થળે આવનારા લોકોએ કોરોના વાઇરસ માટે જાહેર કરાયેલી ગાઇડલાઇન્સનો કડક રીતે ઉપયોગ કરવાનો રહેશે. 

આ પણ જુઓ : પાટણમાંથી 20 કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ

દરેક વ્યક્તિએ થર્મલ સ્ક્રીનીંગ હેઠળથી પસાર થવાનું રહેશે. માસ્ક ફરજિયાત રહેશે અને પાર્કિંગ સહિત સર્વે ચૂકવણી ડિજિટલ રીતે કરવાની રહેશે. શાહજહાં અને મૂમતાઝ મહલની કબર સુધી એક સાથે માત્ર પાંચ વ્યક્તિ જઇ શકશે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024