Corona virus

Corona virus

બ્રિટનના એડિનબર્ગ યુનિવર્સિટીમાં સંક્રમક રોગના પ્રોફેસર માર્ક વુલહાઉસે કહ્યુ કે કોરોના (Corona virus) ની ત્રીજી લહેર બિલકુલ સંભવ છે. એક રિપોર્ટ અનુસાર બ્રિટિશ કોરોના એક્સપર્ટ માર્ક વુલહાઉસનું કહેવુ છે કે લોકડાઉનથી કોરોના ખતમ થશે નહીં, પરંતુ સમસ્યા થોડી વધી જાય છે. બ્રિટનમાં બીજીવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે અને ફરીથી દેશમાં નેશનલ લોકડાઉનનું જોખમ પેદા થઈ ગયુ છે. 

પ્રોફેસર માર્ક વુલહાઉસનું કહેવુ છે કે નજીકની મુશ્કેલીને રોકવા માટે મોટા પગલા ઉઠાવવા જોઈએ જેથી હાલ સંક્રમણ ઓછુ થઈ જાય, પરંતુ આનાથી વાઈરસ દૂર થશે નહીં. તેમણે કહ્યુ કે જો આગામી 6 અથવા 12 મહિનામાં વેક્સિન આવી રહી નથી તો આપણે વૈકલ્પિક માર્ગ શોધવાની જરૂર પડશે. જેમ કે મોટી આબાદી માટે ટેસ્ટિંગની વ્યવસ્થા વગેરે. 

આ પણ જુઓ : દિલ્હીમાં કૃષિ બિલના વિરોધમાં ઈન્ડિયા ગેટ પાસે ટ્રેક્ટર ભડકે બાળ્યું

બ્રિટનમાં કોરોના વાઈરસથી 4 લાખ 34 હજાર લોકો જ સંક્રમિત થયા છે પરંતુ 41 હજારથી વધારે લોકોના મોત નીપજ્યા છે. બ્રિટિશ કોરોના વાઈરસ એક્સપર્ટે કહ્યુ કે તાજેતરના સમયમાં યુનિવર્સિટીમાં કોરોના વાઈરસના ઘણા કેસ આવવાનુ પૂર્વાનુમાન છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024