- ગાંધીનગર આદિવાસી નહીં હોવા છતાં ખોટા આદિવાસી પ્રમાણપત્રો બનાવીને સરકારી નોકરીઓ મેળવી લેનાર ઉમેદવારો સામે આદિવાસીઓએ ગાંધીનગરમાં વિરોધ વ્યક્ત કર્યો હતો.
- ગાંધીનગરના બિરસા મુંડા ભવન ખાતે ગુજરાતભરમાંથી આદિવાસીઓ આવી પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.
- તેઓએ જણાવ્યું હતું કે અમે છેલ્લા અઢી વર્ષથી રાજ્ય સરકાર સહિત વિવિધ ડિપાર્ટમેન્ટમાં રજૂઆતો કરી રહ્યા છીએ પરંતુ પરિણામ શૂન્ય છે.
- આ કારણસર ગાંધીનગર આવીને વિરોધ ધરણાં-પ્રદર્શન કરવાની ફરજ પડી રહી છે.
- અમે માત્ર ગાંધીનગરમાં જ નહીં પરંતુ ગુજરાતના 14 જિલ્લાઓમાં આ મુદ્દે વિરોધ અને ધરણાં પ્રદર્શનની લડત છેડી છે.
- જો આગામી સમયમાં રાજ્ય સરકાર આ મુદ્દાનો નિવેડો નહીં આવે તો આ લડતને ઉગ્ર બનાવવાની ફરજ પડશે.
- આગામી સમયમાં આ લડત 14 જિલ્લાઓમાં ઉગ્ર બનશે એવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.
- આદિવાસીઓનો વિરોધ ઉગ્ર બનાવશે એ દહેશતથી ગાંધીનગર પોલીસ બિરસા મુંડા ભવન ખડકી દેવામાં આવી હતી.
- પરંતુ આદિવાસીઓએ સંયમ જાળવીને વિરોધ વ્યક્ત પ્રદર્શન કરતા આખરે સ્થાનિક પોલીસ તેઓને ડીટેઇન કર્યા વગર જ રવાના થઇ હતી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News