Sonu Sood
સોનૂ સૂદ (Sonu Sood) ને સંયુક્ત રાષ્ટ્ર સંઘે પ્રતિષિઠન એસડીઝી સ્પેશિયલ હ્યુમેનિટેરિયન એકશન એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યો છે. આ એવોર્ડને યૂનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ સમિતિ દ્વારા આપવામાં આવ્યો છે. વિશ્વમાંથી પસંદગીની વ્યક્તિઓને જ આ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો છે.
સોનૂએ પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર તરફથી માન મળે તે સૌભાગ્ય છે. મેં જે પણ કર્યું છે તે કોઇ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વિના નમ્રતાથી મારા દેસવાસીઓ અને સાથીઓ માટે કર્યું છે. હું જે પણ કરી શક્યો છું તે અને હજી પણ કરી રહ્યો છું તે તો એક નાનકડો હિસ્સો છે. જોકે કોઇ પણ કામ માટે એવોર્ડ મળે તો તે ચોક્કસ સારું લાગે છે. ભવિષ્યમાં પણ હું માનવતાવાદી અને પર્યાવરણ માટે કાંઇને કાંઇ કરતો રહીશ.
આ પણ જુઓ : બાબરી કેસમાં અડવાણી,મનોહર જોશી સહિત 32 આરોપીઓ નિર્દોષ જાહેર
કોરોના મહામારી દરમિયાન સોનૂએ સતત પરપ્રાંતીય મજૂરોને મદદ કરી છે. તેણે ગરીબ બાળકો માટે સ્કોલરશિપ કાર્યક્રમ પણ શરૂ કર્યો છે. આ ઉપરાંત અભિનેતાએ પ્રવાસી મજૂરોને નોકરી મળી શકે તે માટે પ્રવાસી રોજગાર એપની પણ શરૂઆત કરી છે. તેના આ સદકાર્યોની નોંધ લઇને સંયુક્ત રાષ્ટ્ર સંઘે તેનું વિશેષ સમ્માન કર્યું છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.