ઉંમરની સાથે પુરૂષોની sex life માં આવે છે આ પરિવર્તનો…

sex life

sex life

  • કામેચ્છા પ્રદિપ્ત કરવામાં અંતઃસ્રાવોની ભૂમિકા રહેલી હોવા છતાં તેનાથી કેટલો ફેર પડે છે તે સ્પષ્ટ થઈ શક્યું નથી.
  • જોકે માનસિક, સામાજિક તથા શારીરિક અવસ્થા જેવા અન્ય પરિબળો ભેગા થઈને સેક્સ (sex life) માટેની પ્રબળ ઈચ્છા જાગૃત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
  • 20 નો દાયકો :-
  • પુરુષોમાં જાતીય ઉત્તેજના માટે જરૂરી ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ સામાન્ય રીતે ઉંમરના 20ના દાયકામાં સૌથી વધુ સ્તરે હોય છે
  • અને આ જ વયે કામાવેગ કે સેક્સ માટેની ઈચ્છા પણ અત્યંત પ્રબળ સ્તરે હોય છે.
  • આ એ જ ઉંમરનો ગાળો છે જ્યારે અનુભવહિનતાને લીધે તમે સેક્સ વિશે ચિંતાતુર રહો છો.
  • કદાચ તેના કારણે જ ઉંમરના 20ના દાયકામાં 8 ટકા કે તેથી વધુ પુરુષો શિશ્નોત્થાનની સમસ્યાનો ભોગ બને છે.
  • આ સ્થિતિ તબીબી અથવા માનસિક તંદુરસ્તીને કારણે અથવા તો તમને હૃદય રોગ થવાની સંભાવના હોવાને લીધે પણ સર્જાઈ શકે છે.
  • તમારા લક્ષણો વિશે ડોક્ટરની સલાહ લો.
  • 30 અને 40ના પ્રારંભના વર્ષો :-
  • 35ની આસપાસની વયે ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ધીમે ધીમે ઘટી રહ્યું હોવા છતાં આ વર્ષો દરમિયાન ઘણાં પુરુષોની કામેચ્છા અત્યંત મજબૂત અને પ્રબળ બની રહે છે.
  • સામાન્ય રીતે તેમાં વર્ષે 1 ટકાનો ઘટાડો થતો હોય છે, પરંતુ કેટલાંક પુરુષોમાં ઘટાડાનું પ્રમાણ વધારે પણ જોવા મળે છે.
  • તેનાથી પણ તમારા કામાવેગ (sex life) પર અસર થાય છે.
  • આ ઉપરાંત કામનો બોજ, પરિવારની જવાબદારીઓ તથા અન્ય પરિબળોને લીધે ઘણાં પુરુષોમાં કામાવેગ મંદ પડી જાય છે.
  • 50 અને તેથી વધુની ઉંમર :-
  • જો તમારી શારીરિક અને માનસિક તંદુરસ્તી સારી હોય તો પાછલી ઉંમરે પણ તમે સેક્સ માણી શકો છો.
  • વધતી ઉંમરમાં શિશ્નોત્થાનની સમસ્યા સામાન્ય છે.
  • ઉંમર વધતા જ શિશ્નોત્થાનમાં ઘટાડો થાય છે અને લિંગ પણ યોગ્ય રીતે ટટ્ટાર નથી થતું.
  • પરંતુ આ માટે ઉંમર જવાબદાર નથી
  • પરંતુ ઉંમરની સાથે સાથે થતી આરોગ્યની સમસ્યાઓ જવાબદાર હોય છે.
  • જેવી કે હૃદય રોગ, ડાયબિટીસ, હાઈ કોલેસ્ટેરોલ, મેદસ્વીતા તથા તેમની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓ તેના માટે જવાબદાર હોય છે.
  • તે ઉપરાંત તમાકુ, સિગારેટ, અને દારૂનું વ્યસન પણ નપુસંક તા અનુભવમાં મોટો ભાગ ભજવે છે.
  • શિશ્નોત્થાનની સમસ્યાના ઉપાય માટે નિષ્ણાત સેક્સોલોજીસ્ટની સલાહ લો.
  • ઉત્તેજિત થવા માટે તમારે થોડાં ટેસ્ટોસ્ટેરોનની જરૂર પડે છે પરંતુ તેનું ચોક્કસ પ્રમાણ અકળ છે.
  • વ્યક્તિ એ વ્યક્તિએ તેનું પ્રમાણ અલગ હોઈ શકે છે.
  • ઉંમરની સાથે સાથે તેના પ્રમાણમાં ઘટાડો થતો હોવા છતાં તેનાથી કામાવેગ પર કેવી અસર થાય છે તે અંગે વૈજ્ઞાનિકોમાં પણ કોઈ એકમત નથી.
  • ટેસ્ટોસ્ટેરોનનું ઓછું પ્રમાણ ધરાવતા કેટલાંક પુરુષોનો કામાવેગ સામાન્ય હોય છે જ્યારે ઉંચુ સ્તર ધરાવતા કેટલાંક પુરુષો જાતીય સમસ્યાથી પીડાતાં હોવાનું જણાયું છે.
  • અન્ય તબીબી સમસ્યાઓ, શારીરિક તંદુરસ્તી તથા માનસિક સ્વાસ્થ્ય જેવા અન્ય પરિબળો પણ આ માટે જવાબદાર હોઈ શકે છે.
  • તમારા સાથીની જરૂરિયાતો અને તેની ઈચ્છાઓ વિશે મુક્ત મને તેની સાથે ચર્ચા કરો.
  • વધતી ઉંમર કે જીવનમાં બદલાયેલા પરિમાણો છતાં નવી વસ્તુઓનો પ્રયોગ કરતાં ગભરાવ નહીં.
  • આમ કરવાથી તમારો અને તમારા સાથીનો સેક્સમાં રસ જળવાઈ રહેશે. તથા તમારી sex life ઘણી સારી રહેશે.
  • તમારા શારીરિક અને સંવેદનાત્મક સંતોષ વિશે પ્રામાણિક રજૂઆત કરો.
  • સમાગમ માટે અલગ સમય ફાળવવાથી પણ બંને જણ વચ્ચેની નિકટતા વધુ ગાઢ બનશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here