award

  • દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે વિવિધ ત્રણ કેટેગરીમાં રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના પારિતોષિક (award) એનાયત કરવામાં આવશે
  • વર્ષ ૨૦૨૦માં શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારી કે સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિ, દિવ્યાંગોના નોકરીદાતા તથા પ્લેસમેન્ટ ઓફિસર્સ કરી શકશે અરજી
  • દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે પારિતોષિક (award) વર્ષ ૨૦૨૦ અંતર્ગત વિવિધ ત્રણ કેટેગરીમાં રાષ્ટ્રીય તથા રાજ્ય કક્ષાના પારિતોષિક એનાયત કરવામાં આવશે.
  • આ એવોર્ડ મેળવવા જિલ્લા રોજગાર કચેરી ખાતેથી ફોર્મ મેળવી સાધનિક કાગળો સાથે જમા કરાવવાનું રહેશે.
  • શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીશ્રીઓ કે સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિ, દિવ્યાંગોને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાશ્રીઓ તથા દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતાં પ્લેસમેન્ટ ઑફિસર્સ એમ કુલ ત્રણ કેટેગરીમાં દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે પારિતોષિક મેળવવા પાટણ જિલ્લાના સબંધિત ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.
  • જેમાં રાષ્ટ્રીય કક્ષા તેમજ રાજ્ય કક્ષાના પારિતોષિક (award) માટે નિયત નમૂનામાં અલગ અલગ અરજી રજૂ કરવાની રહેશે.
  • આ અરજી માટેનો નમૂનો www.talimrojgar.gujarat.gov.in પરથી તથા પાટણ જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતેથી તા.૨૧ ઓગષ્ટ, ૨૦૨૦ સુધીમાં વિનામૂલ્યે મેળવી શકાશે.
  • અરજી સાથે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, છેલ્લા ત્રણ માસની અંદરનું દાક્તરી પ્રમાણપત્ર અને અન્ય સબંધિત તમામ પ્રમાણપત્રો, ખોડ દર્શાવતા પોસ્ટકાર્ડ સાઈઝના ફોટા સહિત બિડાણ સામેલ રાખવાના રહેશે.
  • નોકરીદાતા તેમજ પ્લેસમેન્ટ ઓફિસર્સે પણ ફોર્મમાં દર્શાવેલ કોલમ મુજબની સંપૂર્ણ વિગતો જણાવી જરૂરી બિડાણો સામેલ કરવાના રહેશે.
  • ભરેલા અરજીપત્રકો સાધનિક દસ્તાવેજો સહિત બે નકલમાં પાટણ જિલ્લા રોજગાર વિનિમય કચેરીને તા.૨૪ ઓગષ્ટ, ૨૦૨૦ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા મળી જાય તે રીતે મોકલી આપવાના રહેશે.
  • અધૂરી વિગતોવાળી તથા નિયત સમય મર્યાદા બાદની અરજી સ્વિકારવામાં આવશે નહીં.
  • આ માટે વધુ માહિતી મેળવવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાટણનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024