BJP
- ગુજરાતના BJP ના કોર્પોરેટર પર ફાયરિંગની ઘટના બનતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
- સુરત વરાછામાં BJP ના કોર્પોરેટર ભરત મોનાભાઈ વઘાસીયા પર અજાણ્યા શખ્સે ફાયરિંગ કર્યું હતું.
- તથા પોલીસને તપાસમાં કારતૂસ પણ મળી આવ્યા છે.
- તેથી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ઘરી છે.
- સુરતના વરાછા વિસ્તારમાં ભાજપના નેતા પર ફાયરિંગની ઘટના સામે આવી છે.
- મળતી માહિતી પ્રમાણે, સુરતના વરાછા વિસ્તારમાં સોમવારે સાંજે BJP ના કોર્પોરેટર 48 વર્ષીય ભરત મોનાભાઈ વઘાસીયાને ગોળી મારવામાં આવી હતી.
- વરાછા વિસ્તારમાં આવેલા ડાહ્યા પાર્ક સ્થિત ઓફિસથી ભરત મોનાભાઈ વઘાસીયા ઘરે જઈ રહ્યા ત્યારે બાઇક પર આવેલા બે શખ્સો ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા.
- લગભગ રાતે 8.40 વાગે વરાછાની વર્ષા સોસાયટી વિભાગ-1ના વાડીવાળા રોડ પર આ ઘટના બની હતી.
- મળતી માહિતી મુજબ, બાઈકની પાછળ બેઠેલ વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું.
- તેમજ તેણે કોફી કલરનો શર્ટ પહેર્યો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
- strike :આજે આ શહેરના 2 લાખ રિક્ષાચાલકો કરશે હડતાળ,જાણો કેમ?
- Diamond industry :હીરા ઉદ્યોગ આ તારીખથી થશે ધમધમતો, જાણો
- BJP ના કોર્પોરેટર ભરત મોનાભાઈ વઘાસીયાને પીઠના ભાગે ગોળી વાગતાં રાત્રે જ ઓપરેશન કરી ગોળી બહાર કાઢવામાં આવી હતી.
- આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
- તથા આ મામલે વરાછા પોલીસે કારતૂસ કબ્જે કરી અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
- જોકે, હજી આ ઘટના પાછળનું કારણ જાણવા મળ્યું નથી.
- પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજ મેળવવા તપાસ હાથ ઘરી છે.
- India :ચીન-પાકિસ્તાનને માત આપવા, ભારત અમેરિકા પાસેથી ખરીદશે આ ઘાતક હથિયાર
- Galvan ઘાટીમાં ચીની સૈનિકોને પાછળ હટવામાં આ ખાસ વ્યક્તિની ભૂમિકા, જાણો
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News