ભાવનગરના સિંહોરના કર્નાડ અને ખારી ગામ વચ્ચે આવેલા તળાવમાં ડૂબી જતા માતા અને પુત્ર-પુત્રી સહિત ત્રણના કરૂણ મોત નીપજ્યા હતા. આ ઘટનાએ આખા ગામમાં ભારે અરેરાટી સર્જી દીધી હતી સમગ્ર કોળી સમાજમાં ઘેરાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. પુત્ર રમતો હતો અને અકસ્માતે તે તળાવમાં પડતા પાછળ માતા અને પુત્રી પણ પાછળ બચાવવા કુદ્યા હતા. પરંતુ ત્રણેયના મોત નીપજ્યા હતા.

ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર ઘાંઘળી ગામે પિયર ધરાવતા અને કર્નાડ ખારી ગામ વચ્ચે આવેલા એક તળાવ પાસે રહેતા કોળી નરેશભાઈ રાઠોડના પત્ની નયનાબેન આજે તળાવ પાસે કામ કરતા હતા. આ સમયે તેમનો 8 મહિનાનો બાળક લાલજી રમતા રમતા તળાવમાં પડી જતા તેને બચાવવા નયનાબેન અને પાછળ માતાના પગલે દીકરી માયા પણ ભાઈને બચાવવા તળાવમાં કૂદી પડતા તમામ ડૂબવા લાગ્યા હતા અને બચાવો બચાવોની બુમરાણ કરતા આજુબાજુના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને ત્રણેયને તળાવમાંથી બહાર કાઢ્યા હતા.

પરંતુ ત્રણેયની તપાસ કરતા મૃત જણાયા હતા. એકસાથે એક જ પરિવારના ત્રણ લોકોના મોતથી ગામમાં ઘેરો શોક છવાઈ ગયો હતો. બનાવની જાણ થતા મામલતદાર, પોલીસ સહિતનો વહીવટી કાફલો બનાવસ્થળે પહોંચ્યો હતો અને કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.