Hero Panti 2
ટાઇગર શ્રોફ આગામી ફિલ્મ હીરોપંતી ટુ (Hero Panti 2) ની તૈયારી થઇ રહી છે. તેની સાથે કામ કરનારી અભિનેત્રી અંગે મેકર્સએ તારા સુતરિયાને ફાઇનલ કરી દીધી છે. તારા સુતરિયા નિર્માતાની આવનારી ફિલ્મનો પણ હિસ્સો છે.જેમાં તે અહાન શેટ્ટી સાથે કામ કરી રહી છે.
આ જોડી સ્ટુડન્ટ ઓફ ધ ઇયર ટુમાં સાથે કામ કર્યું હતું. ત્યારબાદ તારા સુતરિયા અને ટાઇગર બે વરસ પછી ફરી સાથે સ્ક્રિન શેર કરતા જોવા મળશે.
આ પણ જુઓ : અમદાવાદથી બેંગલોર જતી ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત
પ્રોડકશન હાઉસના એક પ્રવકતાએ જણાવ્યું હતું કે, સાજિદ સર એ અહાન શેટ્ટીની ડેબ્યુ ફિલ્મમાં તારા સુતરિયાના થોડા દ્રશ્યો જોઈ તેના શાનદાર પરફોર્મન્સે તેમનું દિલ જીતી લેતા ટાઇગર સાથેની ફિલ્મમાં તેને સાઇન કરી છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.