Tik Tok
સરકારે ટિક ટૉક (Tik Tok) સહિત કુલ 224 ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. પરંતુ આ ટિક ટૉકે બિહારના નાલંદામાં પ્રેમીઓનું મિલન કરાવ્યું છે. Tik Tokના માધ્યમથી યુવક અને યુવતી મળ્યા અને પછી આ પ્રેમી પંખીડાએ નાલંદા જિલ્લાના સોહસરાય સ્થિત એક મંદિરમાં લગ્ન કરી દીધા. જો કે, આ લગ્ન શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે.
Tik Tok ના માધ્યમથી ઝારખંડના કતરાસ ગઢની રહેવાસી સુમા કુમારી અને નાલંદા જિલ્લાના સલેમપુર વિસ્તારમાં ગોલૂ કુમારનો પરિચય થયો. આ ઓળખ પછી પ્રેમમાં ફેરવાઈ ગઈ. આ બંનેના પ્રેમ વિશે પરિજનોને જ્યારે જાણ થઈ તો શરૂઆતમાં પરિજનોએ બંનેને એક થતા રોકી દીધા.
જો કે, પરિજનો દ્વારા લગ્નના ઇન્કારથી પ્રેમી પંખીડાએ પોતાના ઘરેથી ભાગીને ધનબાદ જતા રહ્યા. તથા ધનબાદ રેલવે સ્ટેશન પર આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન યાત્રીકોએ બંનેને બચાવીને તેની જાણ પરિજનોને કરી. તેમજ પરિજનો પણ બંનેના પ્રેમ આગળ ઝૂકી ગયા. ત્યારબાદ સૌની સહમતિથી સોહરસરાય સ્થિત સૂર્ય મંદિરમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.