સમગ્ર દુનિયામાં આ બીમારથી લગભગ 200 લોકો પીડિત છે. છત્તીસગઢ ના નક્સલ પ્રભાવિત બસ્તર જિલ્લાની રહેવાસી 8 વર્ષની એક છોકરી અજબ પ્રકારની બીમારીનો સામનો કરી રહી છે.
આ બીમારીના કારણે એક છોકરીના હાથ અને પગ, વૃક્ષની છાલની જેમ દેખાય છે. તે છોકરીના પરિવારજનોનું કહેવું છે કે પહેલા તેના ડાબા પગની ઉપર એક મસો બનવાનું શરૂ થયો જે ધીમે ધીમે વધતો ગયો.
બાદમાં એ મસો બંને પગોમાં વિકસિત થઈ ગયો. સમયની સાથે તે હાથોથી થઈને ગરદન સુધી પહોંચી ગયા. આ બીમારીને ટ્રીમેન સિન્ડ્રોમ પણ કહેવામાં આવે છે. આ બીમારીનો કોઈ ઈલાજ નથી આ બીમારીના કારણે આ છોકરીની સ્થિથિત ગંભીર થઈ ગઈ છે. તેનું ચાલવા ફરવાનું પણ લગભગ બંધ થઈ ગયું છે.
મળતી માહિતી મુજબ આ છોકરીને શરીરમાં સતત દુખાવો થતો રહે છે. એક્સપર્ટ્સ અનુસાર મેડિકલ સાયન્સ માં આ બીમારીનો કોઈ ઈલાજ નથી. છત્તીસગઢમાં આ બીમારીથી ગ્રસ્ત પહેલા દર્દીની જાણકારી મળી છે.
આ છોકરીની જાણકારી મીડિયા રિપોર્ટ્સના માધ્યમથી પ્રદેશ સરકાર અને પ્રશાસનિક અધિકારીઓને મળી. ત્યારબાદ રાજ્યના આરોગ્ય મંત્રી સારવારનો જરૂરી ખર્ચ અને તમામ વ્યવસ્થા કરવાની જાહેરાત કરી છે. હાલ છત્તીસગઢની રાજધાની રાયપુરની એક હૉસ્પિટલમાં આ છોકરીની સારવાર ચાલી રહી છે.આ દુર્લભ સ્થિતિને મેડિકલ સાયન્સની ભાષામાં ટ્રીમેન સિન્ડ્રોમ પણ કહેવામાં આવે છે. છત્તીસગઢમાં આ પ્રકારની બીમારીથી કોઈ વ્યક્તિની પહેલીવાર જાણકારી મળી છે.
જન્મના એક વર્ષ બાદથી શરૂ થઈ હતી સમસ્યા આ છોકરીના પરિજનો અનુસાર, તેને આ સમસ્યા જન્મના એક વર્ષ બાદથી જ શરૂ થઈ ગઈ હતી. તેના પિતા જે નાના ખેડૂત છે તેમણે જણાવ્યું કે સૌથી પહેલા તેમની દીકરીના ડાબા પગે મસો થવાનું શરૂ થયું અને બીમારી ઘણી વધી ગઈ. આ બીમારીના કારણે તેમની દીકરીને સતત દુખાવો રહે છે.
નથી મળતો આ બીમારીનો કોઈ ઈલાજ ,આ બીમારી સામાન્ય રીતે 1થી 20 વર્ષની ઉંમરની વ્યક્તિઓને થાય છે. એક અનુમાન મુજબ દુનિયાભરમાં આ બીમારીથી લગભગ 200 લોકો પીડિત છે. મેડિકલ સાયન્સમાં આ બીમારીનો હજુ સુધી કોઈ ઈલાજ નથી મળ્યો.
રાયપુરમાં ચાલી રહી છે સારવાર નથી મળતો આ બીમારીનો કોઈ ઈલાજ ,આ બીમારી સામાન્ય રીતે 1થી 20 વર્ષની ઉંમરની વ્યક્તિઓને થાય છે. એક અનુમાન મુજબ દુનિયાભરમાં આ બીમારીથી લગભગ 200 લોકો પીડિત છે. મેડિકલ સાયન્સમાં આ બીમારીનો હજુ સુધી કોઈ ઈલાજ નથી મળ્યો.
મળતી માહિતી અનુસાર, આ છોકરીની સારવાર માટે પહેલીવાર અનેક ડૉક્ટર સામે આવ્યા છે. જિલ્લા હૉસ્પિટલમાં તેની સારવાર બાદ તેને પાટનગર રાયપુરના મેકાહારા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News