• ગાંધીનગરમાં આદિવાસી અધિકાર બચાવો સમિતિ દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે 12 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આદિવાસી અધિકાર બચાવો સમિતિ દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે 12 દિવસથી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે.
  • ખોટા આદિવાસી પ્રમાણપત્રો પર લાભ લેનારા લોકો સામે ચાલી રહેલું આ આંદોલન દિવસેને દિવસે વધુ ઉગ્ર બની રહ્યું છે.
  • આંદોલન મામલે કોઈ ઉકેલ કરવામાં આવશે નહીં તો 24 ફેબ્રુઆરીના રોજ મળનારા બજેટ સત્રના દિવસે ગુજરાતભરમાંથી હજારો આદિવાસીઓ એકઠા થઈને વિધાનસભા ઘેરાવ કરશે. તેમજ આજે અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિત કેટલાય ધારાસભ્ય પણ આ આંદોલનમાં જોડાઈ એવી શક્યતાઓ છે.
  • તો સત્યાગ્રહ છાવણી ખાતે માલધારીઓ પણ આંદોલન પર બેઠા છે. આદિવાસીઓની અને માલધારીઓની માંગણી સામ-સામી છે. LRDની ભરતીમા આદિવાસી માલધારીના દાખલા માન્ય કરવા માલધારીઓ આંદોલન કરી રહ્યા છે. તો બીજી બાજુ આ જ માલધારીઓના આદિવાસી તરીકેના દાખલા નામંજૂર કરવા આદિવાસીઓ મેદાને પડયા છે.
  • ગીર બરડાના નેસમાં વસતા રબારી, ભરવાડ, ચારણ સમાજના 480 પરિવારોને આદિવાસી ગણાયા હતા તેમ અશ્વિન કોટવાલનું કહેવું છે.
  • જોકે સરકારે આ ત્રણ સમાજના અન્ય પરિવારોને પણ આદિવાસી ગણતા તેઓ હવે સરકારી નોકરીઓમાં છે. જોકે આ ત્રણેય સમાજ ઓબીસીમાં પણ છે. આથી મૂળ આદિવાસીઓ તેમનો વિરોધ કરે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024