Firing
પાકિસ્તાને ફરી એક વખત જમ્મુ કાશ્મીર સરહદ પર તનાવ સર્જવા માંડ્યો છે. લાઈન ઓફ કંટ્રોલ પર ચાર સેક્ટરમાં પાકિસ્તાની સેનાએ કરેલા ફાયરિંગ (Firing)ના પગલે બે જવાન શહીદ થયા છે અને ત્રણ નાગરિકોના પણ મોત થયા છે. પાકિસ્તાને ગુરેઝ સેક્ટર, ઉરી સેક્ટર, કેરન સેક્ટરઅને પૂંછ સેક્ટરમાં ભારતીય ચોકીઓને નિશાન બનાવીને ફાયરિંગ શરુ કર્યુ હતુ.
તેની સામે ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. આ ચોથો દિવસ છે જ્યારે બોર્ડર પર પાકિસ્તાન સાથે ગોળાબારી ચાલી રહી છે. પાકિસ્તાને આ મહિનામાં 24 વખત શસ્ત્ર વિરામનો ભંગ કર્યો છે.
આ પણ જુઓ : ‘રાહુલ સ્કૂલમાં ભણતા ટાબરિયા જેવો છે’ : બરાક ઓબામા
પાકિસ્તાન ફાયરિંગમાં મોર્ટારનો ઉપયોગ પણ કરી રહ્યુ છે. જેનાથી સરહદ નજીકના સ્થાનિક લોકોમાં પણ ડરનો માહોલ સર્જાયો છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.