• રાજકોટનાં પરશુરામ મંદિર નજીક આવેલા તળાવ પાસે સેલ્ફી લેવા જતા બે યુવક અને એક યુવતી ડૂબ્યાં
 • ડૂબતા લોકોને બચાવવા જતા એક વધુ યુવાન તળાવમાં પડ્યો હતો.
 • આ ઘટનામાં યુવતીને બચાવી લેવામાં આવી છે જ્યારે બે યુવાનોનાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં છે.
 • હાલ ફાયર વિભાગ અન્ય એક વ્યક્તિને શોધી રહ્યાં છે.
 • યુનિવર્સિટી પોલીસે પંચનામાની કાર્યવાહી શરૂ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
 • મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં પરશુરામ મંદિર પાસે આવેલા તળાવ પાસે બે યુવક અને એક યુવતી સેલ્ફી લેવા ગયા હતાં.
 • તળાવ પાસે એક મોટું બોર્ડ પણ મારવામાં આવ્યું છે કે, ‘તળાવનું પાણી ઉંડુ હોય કોઇ પણ વ્યક્તિએ તળાવમાં ઉતરવું નહીં.
 • જે કોઇ પણ વ્યક્તિ તળાવમાં ઉતરશે તો તેની અંગત જવાબદારી રહેશે.’ તે ઉપરાંત આ લોકો ત્યાં સેલ્ફી લેવા ગયા હતાં.
 • સેલ્ફી લેતી વખતે કોઇક રીતે પાણીમાં પડ્યાં અને ડૂબવા માંડ્યાં હતાં.
 • આ લોકોને ડૂબતા જોઇ અન્ય એક વ્યક્તિએ પણ આમને બચાવવા તળાવમાં ઝંપલાવ્યું હતું.
 • યુવતીનો બચાવ થયો છે જ્યારે યુવતી સાથેનો એક યુવાને અને તેમને બચાવવા પડેલા યુવાનનું મોત નીપજ્યું છે.
 • આ દુર્ઘટનામાં ત્રીજા યુવાનની હજી શોધખોળ ચાલી રહી છે.
 • મહત્વનું છે કે, ગોધરાનાં ચાર યુવાનોની કાર જૂનાગઢ પાસે કેનાલમાં ખાબકતા ચારનાં મોત થયા છે. ગોધરા તાલુકાના રામપુરા કાંકણપુર ગામનાં ચાર પટેલ યુવકો સાત ડિસેમ્બરનાં રોજ ઇકો કાર લઇને સૌરાષ્ટ્રનાં પ્રવાસે ગયા હતાં. આ લોકો ઘરેથી રાતે આઠ વાગ્યાની આસપાસ નીકળ્યાં હતાં. વિરપુર પહોંચ્યાં હતાં જે બાદ પરિવારને આ લોકોનો સંપર્ક થયો ન હતો. પરિવારને બે દિવસથી યુવાનોનો સંપર્ક ન થતા સૌરાષ્ટ્રની પોલીસની મદદ મેળવી હતી. જેમાં તપાસમાં જાણવા મળ્યું છે કે, ગઇકાલે વહેલી સવારે જૂનાગઠ પાસેની કેનાલમાં કાર ખાબકી ગઇ હતી. જેમાં ચારેય જણનાં મૃતદેહો મળી આવ્યાં છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવો PTN News