હાર્દિક પટેલનું આજે મેડિકલ ચેકઅપ કરાયું હતું. ત્યારે આજે વજન કરતાં ગઈ કાલે વજનકાંટામાં ગરબડી હોવાનું સામે આવ્યું છે. ગઈ કાલે 58 કિલો વજન આવ્યું હતું. આજે 66 કિલો એટલે કે આઠ કિલોનો તફાવત આવ્યો છે.
હાર્દિક પટેલ છેલ્લા 12 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. દરમિયાન તેણે બે દિવસ જળત્યાગ પણ કર્યો હતો. જેને પગલે તેના વજનમાં ઉત્તરોત્તર ઘટાડો થતો હોવાનો સોલા સિવિલની ટીમ દ્વારા તપાસમાં બહાર આવ્યું હતું. હાર્દિકના વજન બે દિવસથી કોયડો બન્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગઈકાલે સોલા સિવિલ હોસ્પિટલની ટીમે કરેલા વજનમાં હાર્દિકનું વજન એક મણ એટલે કે 20 કિલો ઉતરી ગયું હોવાનું સામે આવ્યું હતું. પરંતુ એ જ સોલા સિવિલની ટીમ દ્વારા વજન કરવામાં આવતા વજનમાં આશ્ચર્યજનક 8 કિલોનો ઉછાળો આવ્યો હતો.
ગઈકાલે 58 કિલો વજન હતો તે અચાનક વધીને 66 કિલો થઈ જતાં હાર્દિક સમર્થકોની આંખો પહોળી થઈ ગઈ હતી. તો ડોક્ટર પણ લૂલો બચાવ કરતાં જોવા મળ્યા હતા અને વજનમાં થયેલા ધરખમ વધારાને ટેક્નિકલ ભૂલનું ગાણું ગાઈને હાથ ઊંચા કરી દીધા હતા. સાથે જ જણાવ્યું હતું કે વજનનો તફાવત ટેક્નિકલ ભૂલથી થયો હોય અથવા સરખી રીતે હાર્દિક ન ઊભો રહ્યો હોય તેના કારણે થયો હોઈ શકે છે.
“તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.
જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે SHARE કરજો.“