• અત્યારે કોરોના એ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોના વાઇરસે દુનિયાના કેટલાક દેશોને પણ હેરાન કરી દીધા છે.
  • કોરોનાના સંક્રમમણથી બચવા અમેરિકાના બે મોટા રાજ્ય ન્યૂ જર્સી અને સાન ફ્રાન્સિસ્કોમાં કર્ફ્યૂની જાહેરાત કરી દેવામાં આવી છે.
  • અમેરિકાના નાગરિકોને કહેવામાં આવ્યું છે કે શક્ય હોય ત્યાં સુધી બહાર જવાનું ટાળવું. અમેરિકાના રાષ્ટ્રપતિએ સોમવારે દેશવાસીઓને કહ્યું કે દસથી વધારે લોકો એકઠા ન થાય.
  • બીજી તરફ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મૈક્રોએ કોરોના વાઇરસને મુદ્દે રાષ્ટ્રને સંબોધિત કરતા દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે કોરોનાનો ચેપ ફેલાય નહીં તે માટે ફ્રાંસના નાગરિક 15 દિવસ સુધી ઘરની બહાર ન નીકળે. અને જે આદેશનું ઉલ્લંઘન કરશે તેને દંડિત કરવામાં આવશે.
  • અમેરિકા કોરોના વાઇરસને નાથવા વેક્સીનનું પરીક્ષણ કરી ચુક્યું છે, પરંતુ અમેરિકાને પણ લાગે છે કે આ બીમારી પર કાબુ મેળવવા માટે જુલાઇ-ઓગસ્ટ સુધી લાગી શકે છે.
  • રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પે પહેલીવાર સ્વીકાર્યું કે અમેરિકાની અર્થવ્યવસ્થા મંદીના દૌરમાં જઇ શકે છે.
  • અત્યાર સુધી 7000થી વધારે લોકોના મોત :
  • કોરોના વાઇરસના પ્રકોપના અત્યાર સુધી ઘણા દેશોમાં ફેલાઇ ચુક્યો છે. ત્યારે આ બીમારીથી અત્યાર સુધી 7000 લોકોના મોત નીપજ્યાં છે.
  • ભારતમાં કોરોનાના 114 કેસ નોંધાયા :
  • કોરોના વાઇરસ ઘણા બધા રાજ્યોમાં ફેલાવા લાગ્યો છે. ત્યારે અત્યાર સુધીમાં કુલ 114 લોકો કોરોના વાઇરસની લપેટમાં આવી ગયા છે અને તેમને સારવાર અપાઇ રહી છે.
  • ઓડિશામાં એક શખ્સ ઇટાલીથી પરત ફર્યો હતો તેને પણ કોરોના વાઇરસ લાગી ગયો છે અને તાત્કાલીક તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.
  • કોરોના ને કારણે અનેક રાજ્યોમાં શાળા કોલેજો, થીયેટરો, મોલ, વગેરેને બંધ કરી દેવામાં આવ્યા છે.
  • જ્યારે દિલ્હીમાં આ ઉપરાંત વધારાના પગલા લેવાયા છે અને કોઇ પણ જાહેર, ધાર્મિક & સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કરવાનો આદેશ મુખ્ય પ્રધાને આપ્યો છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024