- નવલખી ગ્રાઉન્ડમાં 14 વર્ષીય સગીરા પર સામુહિક દુષ્કર્મ આચરનાર 2 નરાધમોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 10 દિવસે ઝડપી પાડ્યા છે. બંને દેવીપૂજક છે અને ફુગ્ગા વેચવાનું કામ કરે છે. બે પૈકી એક તરસાલી માર્કેટ પાસે અને બીજો સુશેન બ્રિજ પાસે રહે છે. વડોદરા શહેર પોલીસની 30થી વધુ ટીમોએ બંને નરાધમોને પકડવા ભારે ધમપછાડા કર્યા હતા પરંતુ અમદાવાદ ક્રાઇમના ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સથી નરાધમોને દબોચી લેવામાં સફળતા મળી હતી. પકડાયેલા આરોપીઓ મૂળ જસદણ અને આણંદના હોવાનું બહાર આવ્યું છે. રાજકોટ જિલ્લાના જસદણનો જશો વનરાજ સોલંકી (21) આણંદના તારાપુરના કિશન કાળુભાઇ માથાસુરીયા(28) ફુગ્ગા વેચવાનું કામ કરતા હતા.
- અજય તોમરે મીડિયાને જણાવ્યું, “આ ગંભીર ઘટના હતી. ગૃહમંત્રીની સૂચનાના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેર પોલીસ સાથે તપાસમાં જોતરાઈ હતી.
- શક્ય એટલા તમામ રિસોર્સિસ કામે લગાડી ગુજરાત પોલીસે ખૂબ મહેનત કરી.
- અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરા પોલીસે સંક્લન જાળવી રાખ્યુ અને ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી પાડ્યો.
- અમે વધારાની તપાસ માટે આ આરોપીઓને વડોદરા પોલીસને સોંપીશુ. આરોપીની પૂછપરછમાં ફરિયાદમાં જણાવેલી વિગતોને સમર્થન મળી આવ્યું છે.
- બીજા પણ પુરાવા અમારી પાસે છે. આરોપી કિશન કોળુભાઈ માથાસુરિયા 28 વર્ષનો જે આણંદના તારાપુરનો રહેવાસી છે.
- બીજો આરોપી છે જશો સોલંકી જે મૂળ રાજકોટના જસદણ ગામનો રહેવાસી છે.
- જે વિગતો તેમની પાસેથી જાણવા મળી છે તે પ્રમાણે આ તહોમતદારો મારામારી, ચોરી અને ઘરફોડ ચોરી જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા છે.
- આ લોકોની પૂછપરછ દરમિયાન આ લોકો અન્ય ગુનામાં સંડોવાયેલા હોવાની વિગતો મળશે”
- “ક્રાઇમ બ્રાન્ચને જ્યારે આ કેસમાં જોડાવાની સૂચના મળી ત્યારે શહેરના પોલીસ કમિશનર સિલેક્ટેડ અધિકારીને જોડવાનું નક્કી કર્યુ.
- ડી.સી.પી. ક્રાઇમ દિપેન ભદ્રન જાતે વડોદરા ગયા અને તેમણે પી.આ.ઈ બારડ., બલોચા અને સુલેરાએ કેટલાક દિવસો દિવસ રાત મહેનત કરી છે. ”
- અજય તોમરે જણાવ્યું કે આ ગુનેગારોને એવું હોય છે કે અમને જાણ નહીં થાય.
- આ આરોપીઓને પણ એવું હતું કે અમારી ઓળખાણ નહીં થાય રાતનું અંધારૂં હતું અને તે નીકળી ગયા કે કોઈએ જોયું નહીં પરંતુ પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ, CCTV સર્વેલન્સ, ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના આધારે ઝડપી પાડ્યા.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.