પાટણ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પાટણ જિલ્લામાં અત્યાર સુધી કુલ ૨૦ કોરોના પોઝિટીવ દર્દીઓ નોંધાયા છે. આ સંખ્યા વધે નહી એ માટે વહિવટી તંત્ર કટિબધ્ધ છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની ખરીદી માટે સવારે ૫ થી બપોરે ૧૨ વાગ્યાનો સમય રાખવામાં આવ્યો છે. ખાસ કરીને શાકભાજીની ખરીદી વખતે પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોની ભીડ એકઠી થાય છે અને સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાતું નથી. જેથી કોરોના સંક્રમણનો ભય રહેલો છે.
PTN NEWS હવે દેશ વિદેશ ના દરેક સમાચાર નિહાળો ગમે ત્યા ગમે તે સમયે.
Youtube Subscribe Now
Click Here – PTN NEWS
Facebook Like Page
Click Here – PTN NEWS