- Celebrity News
- લોકપ્રિય કોમેડી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની શૂટિંગ ફરી શરૂ થશે તેવી વાત સામે આવી છે
- જોકે મહારાષ્ટ્ર સરકારે 1 જૂનથી ફિલ્મોની શૂટિંગને પરવાનગી આપી દીધી છે.
- તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં બબીતાની ભૂમિકા નિભાવનારી મુનમુન દત્તાએ કોરોના અને લોકાડાઉનને લઈ મોટી વાત કરી હતી.
- મુનમુનનું કહેવું છે કે, આપણે વાયરલ સાથે જીવતા શીખવું પડશે.
- હાલમાં કોરોનાની દવા ઉપલબ્ધ નથી. માટે આપણે વાયરસ સાથે રહેવાનું છે.
- લોકો હંમેશા લોકડાઉનમાં ઘરે રહી શકે તેમ નથી.
- તેમજ મુનમુન પણ બધી જ ચોક્કસથી તપાસ અને સેફ્ટી સાથે કામ પર જવા માટે ઉત્સુક છે.
- બબીતા (મુનમુન)નું કહેવું છે કે, ખરેખર ક્યારે શૂટિંગ શરૂ થશે એ હજુ નક્કી થયું નથી.
- પરંતુ અમારા નિર્માતાએ બધી તપાસ કરીને શૂટિંગ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
- તેમજ આ એક સરાહનીય અને સાહસિક નિર્ણય છે.
- હજુ શૂટિંગ શરૂ કરવાનો પ્લાનિંગ જ ચાલી રહ્યું છે.
- તેમને એમ પણ જણાવ્યું કે બધાએ પોતાનો ફાયદો અને નુકસાન જોઈને યોજના બનાવવી પડશે અને પછી જ શૂટિંગ શરૂ કરવામા આવશે.
- આ પણ વાંચો: ભારત માટેનો સૌથી ખરાબ દિવસ જેમાં સૌથી વધુ કોરોના કેસ અને મોતનો રેકોર્ડ.
- પાકિસ્તાન : કૌકબ નૂરાનીએ કોરોનાના દર્દીઓને હોસ્પિટલ ન જવાની સલાહ આપી.
- રાત્રે ખાટા ફળો ખાવાથી,ગંભીર પરિણામ આવી શકે.
- બબીતાએ આગળ વાત કરતા કહ્યું કે, હું કામ પર ફરીથી જવા માટે ઉત્સુક છું.
- તેમના કેહવા મુજબ બધા લોકોનો કોરોના વિશેનો અલગ અલગ મત છે.
- પરંતુ બબીતા ચોક્કસપણે કામ પર જવા માંગે છે.
- તેની સાથે જ ફરીથી સામાન્ય જીવન શરૂ કરવા માંગે છે.
- તેમને એમ પણ જણાવ્યું કે આપણે બધા ઘરમાં રહીને આપણુ યોગદાન આપી રહ્યા છીએ.
- પરંતુ હવે આપણે વાયરલ સાથે જીવતા શીખવું પડશે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News