જાણો ઉત્તરાયણમાં અકસ્માત ટાળવા માટે શું – શું કરવું જોઈએ.

પોસ્ટ કેવી લાગી?
  •  આપણા ગુજરાત માં ઉજવવામાં આવતો ઉત્તરાયણ  એટલે કે પતંગ મહોત્સવ પરિવાર સાથે ખુબ આનંદમય ઉજવાતો  તહેવાર છે.
  • ગુજરાત સરકારના સહયોગથી જીવીકેઈએમઆરઆઈ ૧૦૮ ઈમરન્જન્સી સેવા ગુજરાતના તમામ નાગરીકને ખુબ જ આનંદમય અને સલામત ઉત્તરાયણ અને પતંગ  મ્હોંત્સવ શુભેચ્છા પાઠવે છે.
  • આ અનોખા અવસર પર ૧૦૮ ઈમરજન્સી સેવા વિશેષ સંભાળનો સંદેશો લઈ આવી છે. ઉત્તરાયણના દિવસે મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે અને જરા પણ થોભ્યા વિના દિવસ-રાત પતંગો ચગાવે છે.
  • બાળકો પતંગો પકડવા રસ્તા પર દોડી આવે છે, સાવચેતીના બંધા જ પગલાં હોવા છતાં દુર્ધટના બનતી હોય છે.
  • ૧૦૮ની એક વિનંતી છે કે જે તે દુર્ધટના બાદ ભયભીત થવાને બદલે ૧૦૮ ડાયલ કરો.
  •  આ દરમ્યાન જશવંત પ્રજાપતિ, સીઓઓ, ઈમરજન્સી રિસર્ચ અને મેનેજમેન્ટે ઈસ્ટિ ટયુટ, નરોડા,
  • ખુશ ખુશાલ અને સલામત ઉત્તરાયણની શુભેચ્છા્ સાથે જણાવે છે કે, અમો ૧૦૮ ઈમરજન્સી રીસપોન્સસ સેન્ટર પર તહેવારોની સીઝનનાં કારણે અપેક્ષિત વધતી ઈમજરન્સીને પ્રતિસાદ આપવા સક્ષમ છીએ .
  • અમો વધારાની સંખ્યામાં ઈમરજન્સી ઓફીસર અને ડોક્ટરો  ની હાજરીથી વધુ કોલ્સને પ્રતિસાદ આપી શકીએ છીએ. આ તહેવાર આપણાં સૌનાં માટે સલામત રહે તેવી શુભેચ્છા્ પાઠવીએ છીએ,
  • પરંતુ જો કોઈ ઈમરજન્સી. હોય તો યાદ રાખજો કે ૧૦૮ સેવા વિના મુલ્યે્ અને એક ફોન કોલથી મળી શકે તેમ છે.
  • તો આ સેવાનો અવશ્ય ઉપયોગ કરવો ..
  • શું -શું કરવું જોઇએ ?

૧. પતંગ ચગાવતા પહેલાં આંગળીઓ ને મેડીકેટેડ ટેપ લગાવી જોઈએ.

૨. બાળકો એ વાલી ની દેખરેખ હેઠળ પતંગો ચગાવવા જોઇએ.

૩. વાહન ચાલકે હેલ્મેટ અવશ્ય પહરેવું જોઇએ.

૪. જો કોઈ ને કંઇ  પણ ઈજા થાય તો તરત જ ૧૦૮ નબંર ડાયલ કરવો.

૫. અગાસી માં ફ્સ્ટ એઈડ કીટ અવશ્ય રાખવી.

  • શું – શું  ના કરવું જોઇએ ?

૧. લીસી, ખરબચડી, તુટેલી અને નબળી અગાસી/છત કે ધાબા પર ચડવું ના જોઈએ.

૨. નબળા બાંધ કામ કે છાપરા પર પતંગ ચગાવવા ચડવું નહીં.

૩. ઉંચાઇ એ થી જમીન પર કુદવું ન જોઈએ.

૪. જાહેર રસ્તા પર પતંગ પકડવા દોડવું ન જોઈએ.

૫. ઇલેક્ટ્રિક વાયર, રોડ અને વીજળીનાં થાંભલા ની નજીક પતંગ ચગાવવા ન જોઇએ.

૬. અગાસી/ છત કે ધાબા ની પાળી પર ચઢવું ન જોઇએ.

૭. ઈલે.ના વાયરમાં  ફસાયેલ પતંગ કે દોરી લેવા માટે પ્રયાસ કરવો નહિ.

ઉત્તરાયણની માટે 108 ઈમરજન્સી સેવાની તૈયારીઓ

  • ઉતરાયણ ના પ્રસંગે  લોકો આનદંમય અને સલામત ઉત્તરાયણ મનાવી શકે તે માટે નીચે મજુબના વધુ માપદંડો ગોઠવી   રાખ્યા છે

• ૧૦૮નું લોકેશન વ્યુહરચના યુક્ત આયોજનથી નક્કી થાય છે કે કોઇપણ જાતની ઇમરજન્સીને પ્રતિસાદ આપી શકે છે. 

• ૧૦૮  એમ્બ્યુલન્સમાં જીવન બચાવવા જરૂરી એવી તમામ દવા અને સાધન સામગ્રી  અને તાલીમ પામેલ સ્ટાફ પણ હાજર જ હોય છે.

• તમામ પાયલટ, ઇ.એમ.ટી તથા ડોકટર ને એમ્બ્યુલન્સ રોડ પરથી પસાર થાય તે વખતે સચેત રહેવા  માટે જણાવાયું છે.

• વધારે કૉલ્સ મળનાર વિસ્તારોમાં વધારે એમ્બ્યુલન્સ ઉપલબ્ધ થાય તેવુ આયોજન કરવામાં આવ્યુ છે.જેના કારણે તમને તાત્કાલિક સેવા મળી રહી છે .

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures