WHO President
રવિવારે WHOના ડાયરેક્ટર (WHO President) જનરલ ટેડ્રસ અધનોમે જણાવ્યું હતું કે કોવિડ 19નો ભોગ બન્યો હોય એવા એક રોગીના સંપર્કમાં હું આવી ગયો હોવાની મને જાણ થતાં હું સ્વયં ક્વોરન્ટાઇનમાં આવી ગયો છું. જો કે મારા શરીરમાં કોરોનાનું એક પણ લક્ષણ હજુ સુધી જોવા મળ્યું નથી. કોરોનાગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવ્યા પછી ઓછામાં ઓછા 14 દિવસ ક્વોરન્ટાઇનમાં રહેવાની ફરજ પડે છે.
તેમણે માનવજાતને એવી હાકલ કરી હતી કે આ મહામારીના સમયમાં ડૉક્ટરોએ આપેલી સૂચના અને દિશાનિર્દેશનું પાલન કરીને જેથી આ રોગચાળો કાબુમાં લઇ શકાય. હેલ્થ કેર સિસ્ટમ પર કામનું દબાણ ઘટે એટલા માટે પણ આપણે સૌએ સાવચેતી રાખવી જરૂરી છે.
આ પણ જુઓ : અમદાવાદથી બેંગલોર જતી ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત
અધનોમે વધુમાં લખ્યું કે અગમચેતીનું પાલન કરીને આપણે સૌ વાઇરસને અટકાવી શકીશું અને કોવિડ 19ના સંક્રમણની શૃંખલાને તોડી શકીશું. હુ્ં અને મારા સાથીદારો કમજોર લોકોને સંરક્ષણ આપવા અને વધુ જાનહાનિ થતી રોકવા કટિબદ્ધ છીએ.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.
