Teacher

  •  અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં Teacher સાઈમા કુરેશીએ માધવ વિદ્યાવિહાર સ્કૂલ પર નોકરીમાંથી કાઢી મૂકવાનો આક્ષેપ લગાવ્યો છે.
  • અમદાવાદમાં કોરોના ના કેસો વધતા રહે છે તથા હવે અનલોક-1માં વ્યસાયું લોકો પોતાના નોકરી- ધંધા ચાલુ થવાથી પોતાની આર્થિક સ્થિતિ સુધરશે તેવું વિચારે છે.
  • પરંતુ તેવામાં શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં એક શાળાએ સ્કૂલના શિક્ષિકા (Teacher)ને નોકરીમાંથી કાઢી મૂક્યાની ઘટના સામે આવી છે.
  • આ વાત પર પોતાની વેદના જાહેર કરતા શિક્ષિકા (Teacher)એ વીડિયો વાયરલ કર્યો છે.
  • તો બીજી તરફ સ્કૂલના ટ્રસ્ટીઓએ Teacherને લૉકડાઉન પહેલા જ નોકરીએ આવવાની ના પાડી દીધી હોવાનું જણાવી આ બાબતમાંથી છટકી ગયા છે.
Teacher
  • કોરોનાની મહામારીને અટકાવ કરાયેલુલ લોકડાઉનમાં ઘણા લોકોને આર્થિક તકલીફ પડી રહી છે.
  • તેમજ આવી પરિસ્થિતિમાં કર્મચારીઓને નોકરીમાંથી છૂટા ન કરવાની અપીલ સરકાર દ્વારા કરવામાં આવી હતી.
  • છતાં પણ અનેક ખાનગી કંપનીઓએ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દીધાની અનેક ઘટનાઓ સામે આવી છે.
  • કહેવાય છે કે કોઈ શિક્ષક બાળકનું ભવિષ્યનું ઘડતર કરતો હોય છે પરંતુ કોરોનાના આ કાળમાં શિક્ષકનું ભાવિ જ અંધકારમય બન્યું છે.
  • અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારની માધવ વિદ્યાવિહાર સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષિકા સાઈમા કુરેશી (Saima Qarshi Irhan)ને એકાએક નોકરીમાંથી છૂટા કરી દેવાયાનો આક્ષેપ તેમણે કર્યો છે.
  • તેઓએ જણાવ્યું છે કે, સ્કૂલમાં ધોરણ 11 અને 12માં અભ્યાસ કરાવે છે.
  • પ્રિન્સિપાલે શાળાના શિક્ષકોને 8 જૂને લૉકડાઉન ખુલતા શાળાએ આવી જવા જણાવ્યું હતું.
  • સાઈમાએ સ્કૂલ પ્રિન્સિપાલને જાણ કરી કે તેઓ જે રખિયાલ વિસ્તારમાં રહે છે તે વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસો વધારે હોવાથી કન્ટેનમેઇન્ટ વિસ્તારમાં આવે છે.
  • સાઇમાએ આ કારણ આગળ ધરીને એક દિવસનો સમય માગ્યો.
  • તેમજ તેમણે પ્રિન્સિપાલ પાસે એક દિવસની રજા માંગતા પહેલા તેમને રજા આપવામાં આવી હતી.
  • ત્યારબાદમાં શિક્ષિકાને બીજા દિવસે ફોન કરી નોકરી પર ન આવવા કહેવામાં આવ્યું હતું.
  • શિક્ષિકાને સ્કૂલમાં નોકરીમાંથી કાઢી મૂકયાનો વીડિયો વાયરલ થયો છે.
  • Teacherએ પોતાની વેદના વ્યક્ત કરી છે.
  • આ સમગ્ર બાબત પર માધવ સ્કૂલના ટ્રસ્ટી ભગવાન દાદાએ જણાવ્યું કે, આ શિક્ષિકા શાળામાં રેગ્યુલર નહીં આવતાની અનેક ફરિયાદ હતી.
  • તથાકોરોનામાં લૉકડાઉન જાહેર થયું તે પહેલાં જ તેમને આવતા વર્ષથી નોકરીમાં નહીં આવવાની મૌખિક જાણ કરી દેવાઈ હતી.
  • જો કે હવે નવું શૈક્ષણિક વર્ષ શરૂ થયું છે એટલે તેઓને શાળાએ આવવાની જરૂર નથી તેવું જણાવી સ્કૂલના ટ્રસ્ટીએ જવાબદારી માંથી હાથ ઊંચા કરી દીધા છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024