- શુક્રવારના રોજ ભારત દેશમાં કોરોનાના 9887 નવા કેસ નોંધાયા છે.
- ભારતમાં શુક્રવારે કોરોનાથી 295 દર્દીઓનાં મોત થયાં હતા
- જે અત્યાર સુધીમાં એક દિવસમાં આ જીવલેણ વાયરસને કારણે આ સૌથી વધુ મૃત્યુ છે.
- એક દિવસમાં કોરોનાના કેસોમાં આ સૌથી મોટો વધારો છે.
- ભારતમાં હાલ 2,36,657 કોરોનાના કેસ નોંધાઇ ચૂકયા છે.
- કોરોનાથી સૌથી વધુ અસર યુ.એસ.માં જોવા મળી છે.
- યુ.એસ.માં 19 લાખથી વધુ લોકોને કોરોનાએ પોતાની ઝપટમાં લઇ લીધા છે.
- અમેરિકામાં 1,11,390 કોવિડ દર્દીઓના મોત થઇ ચૂકયા છે.
- અહીં દર 10 લાખની વસતી પર 335 લોકોના કોરોનાના લીધે મોત થયા છે.
- આ પણ વાંચો: સ્કૂલોની નબળી આર્થિક સ્થિતિ વાલીઓ પર પડશે ભારે.
- રાત્રે ખાટા ફળો ખાવાથી,ગંભીર પરિણામ આવી શકે.
- એક દિવસમાં કોરોનાના કેસોમાં સૌથી મોટો વધારાના કારણે ભારત ઇટાલીને પાછળ પાડીને કોરોનાનો છઠ્ઠો સૌથી પ્રભાવિત દેશ બની ગયો છે.
- ઇટાલીમાં 33,774 દર્દીઓનાં મોત થઇ ચૂકયા છે જ્યારે ભારતમાં આ આંકડો 6649 છે.
- ભારતની વાત કરીએ તો અહીં કોરોનાથી દર 10 લાખની વસતીમાં ફક્ત 5 લોકોના મોત થયા છે.
- વિશાળ જનસંખ્યાના કારણે આ આંકડો ઓછો છે.
- તેમજ ઇટાલીમાં દર 10 લાખ લોકોએ 559 લોકોના મોત થયા છે.
- દેશમાં જે ગતિથી કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને નવા કેસના રેકોર્ડ જે ઝડપથી વધી રહ્યા છે
- આ જોતા આવતા સપ્તાહે કે 10 દિવસમાં જ ભારત બ્રિટન અને સ્પેનને પાછળ છોડીને ચોથો સૌથી વધુ કોરોનાગ્રસ્ત દેશ બની શકે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News