• કોરોના વાયરસનો હાહાકાર છે તે વુહાનની હોસ્પિટલના હેડનું કોરોના વાયરસના લીધે મૃત્યુ થયું છે. આ માહિતી સૌથી ચીનના સ્થાનિક ટેલિવિઝન રિપોર્ટમાં સામે આવી હતી જેનું બાદમાં અધિકારીઓએ અનુવાદન કર્યું હતું. સ્થાનિક બ્રોડકાસ્ટર CCTV પ્રમાણે વુહાન હોસ્પિટલના હેડ ડો. લિયુ ઝીમીંગનું મૃત્યુ થયું હતું. તેમને બચાવવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ પહેલા તેમના મૃત્યુ અંગે અધિકારીઓએ પહેલા ખરાઇ કર્યા બાદ તે દાવો નકાર્યો હતો. ચીનમાં અત્યાર સુધીમાં 1870 લોકોના મોત થયા છે.
  • આ હોસ્પિટલ એક હાઇ લેવલ હોસ્પિટલ તરીકે પ્રખ્યાત છે અને વુહાનમાં કોરોના વાયરસ માટે નક્કી થયેલી સાત હોસ્પિટલ પૈકીની એક છે. શુક્રવારે નેશનલ હેલ્થ કમિશને એક કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સારવાર માટે કામ કરી રહેલી મેડિકલ ટીમના કુલ 1716 કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે જેમાંથી 6 લોકોનું મોત થયું છે. વુહાનમાં અત્યારે ડોક્ટર્સ માસ્ક અને રક્ષાત્મક બોડીસ્યૂટની અછત સામે ઝઝૂમી રહ્યા છે. ઘણા ડોક્ટર અમુક કામચલાઉ સૂટર પહેરીને કામગીરી બજાવી રહ્યા છે. ચીનના આરોગ્ય અધિકારીઓએ મંગળવારે કહ્યું હતું કે ચીનમાં એક જ દિવસમાં 1886 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 98 લોકોના મોત થયા છે.
  • કોરોના વાયરસના લીધે અત્યારે ચીનમાં પરિસ્થિતિ અત્યંત વિકરાળ બની છે. ભારત તરફથી આ મામલે પહેલા એક પત્ર લખીને ચીનની પડખે ઉભા રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. તેથી ભારત હવે દવાઓનો એક જથ્થો ચીન મોકલશે.ચીને કહ્યું છે કે દર્દીઓની સારવાર માટે મેડિકલ સ્ટાફને માસ્ક, ગ્લોવ અને સૂટની જરૂરિયાત છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024